Amreli

અમરેલી: માનવભક્ષી ચાર સિંહોને આજીવન કેદ! જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં કેદ રખાય તેવી શક્યતા

By GS Team
27 Jun 20261 min read
TukuTouch Logo
અમરેલીમાં સિંહ હુમલાની ઘટનાને લઈને વનવિભાગ ની ટીમ દોડતી થઈ છે. થોડા દિવસ પહેલા રાજુલાના કોવાયા ગામમાં પરપ્રાંતીય યુવકને સિંહે ફાડી ખાધો હતો. આ પછી સિંહને પાંજરે પુરવા વનવિભાગની ટીમે કવાયત હાથ ધરી હતી. આમ, યુવક પર હુમલો કરનાર ચાર સિંહોને વનવિભાગની ટીમે રેસ્ક્યૂ કરી પાંજરે પૂર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: માનવભક્ષી ચાર સિંહોને આજીવન કેદ! જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં કેદ રખાય તેવી શક્યતા

Amreli News: અમરેલીમાં સિંહ હુમલાની ઘટનાને લઈને વનવિભાગ ની ટીમ દોડતી થઈ છે. થોડા દિવસ પહેલા રાજુલાના કોવાયા ગામમાં પરપ્રાંતીય યુવકને સિંહે ફાડી ખાધો હતો. આ પછી સિંહને પાંજરે પુરવા વનવિભાગની ટીમે કવાયત હાથ ધરી હતી. આમ, યુવક પર હુમલો કરનાર ચાર સિંહોને વનવિભાગની ટીમે રેસ્ક્યૂ કરી પાંજરે પૂર્યા છે.

રાજુલામાં યુવકને ફાડી ખાનાર ચાર સિંહને પાંજરે પૂર્યા

રાજુલામાં ચાર સિંહની પાંજરે પૂરવામાં આવ્યા છે. આમ, આ ચારેય સિંહને જાફરાબાદના બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ચારેય સિંહોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.

વન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ચારેય સિંહોને બાબરકોટ એનિમલ ખાતે રાખવામાં આવ્યા છે. આ ચારેય સિંહોએ માનવ ભક્ષણ કર્યું હોવાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે, સરકાર માંથી સૂચના આવ્યા બાદ ચારેય સિંહોને જૂનાગઢ ખાતે મોકલવામાં આવશે. આમ, સક્કરબાગ ઝૂમાં કેદ રખાય તેવી શક્યતા છે.