બનાસકાંઠાના થરાદમાં ગમખ્વાર અકસ્માત, પૂરઝડપે દોડતી કાર ઝાડ સાથે ભટકાતાં બેનાં મોત, કારમાંથી દારૂ મળ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AI Image of Accident |
Banaskantha Accident News : બનાસકાંઠાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. દારૂ ભરીને લઈ જતી એક પૂરપાટ દોડતી કાર ઝાડ સાથે ભટકાતાં બે લોકોના મોત નીપજ્યા છે. આ અકસ્માત થરાદના પીલૂડા અને કરબૂણ ગામ વચ્ચે સર્જાયો હતો. જ્યાં દારૂ લઇને જતી એક મોંઘી કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો
મળતી માહિતી અનુસાર કારમાં દારૂ ભરેલો હોવાથી કારચાલક પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો. આ દરમિયાન સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા તેની કાર બેકાબૂ થઇને રોડની સાઈડમાં ઊતરી પડી હતી. જેના બાદ અનેક ગુલાટીઓ ખાઈને કાર સીધી ઝાડ સાથે ભટકાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર બે લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. જ્યારે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. હાલ મામલે ઘટનાસ્થળે પહોંચી પોલીસે દારૂ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.








