Gujarat

અભયારણ્યની જમીન પરનું દબાણ દૂર ન કરાતા વનતંત્ર સામે ઉપવાસ આંદોલન

By GS Team
31 Jan 20202 mins read
This article was originally published on 31 Jan 2020
અભયારણ્યની જમીન પરનું દબાણ દૂર ન કરાતા વનતંત્ર સામે ઉપવાસ આંદોલન

જૂનાગઢ, તા. 31 જાન્યુઆરી 2020, શુક્રવાર

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં અભયારણ્યની જમીન પર મીનરાજ શૈક્ષણિક સંકુલ દ્વારા ૮૦૧ ચો.મી. જેટલુ દબાણ થયાનું સામે આવ્યું હતું. છતાં વનતંત્ર દ્વારા આ દબાણ હટાવવા માટે કોઈ કાર્યવાહી ન કરાતા આજે સરદારબાગમાં આવેલી વનતંત્રની કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

શહેરના ભવનાથ તળેટીમાં આવેલા વનતંત્ર હસ્તકના અભયારણ્ય વિસ્તારમાં મીનરાજ શૈક્ષણિક સંકુલ દ્વારા૮૦૧ ચો.મી. જમીનમાં દબાણ થયાનું માપણ દરમ્યાન સામે આવ્યું હતું. આ દબાણ હોવાનું બહાર આવ્યા બાદ પણ વનતંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી. 

વનતંત્રની અભયારણ્ય વિસ્તારની જમીન પર થયેલી પેશકદમી દૂર કરવા માટે અનેક વકત રજૂઆતો કરવામાં આવી છે. છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી.

આ અંગે યજ્ઞાદત અઢીયાએ જણાવ્યું હતું કે, વનતંત્રની અભયારણ્ય વિસ્તારની જમીન છે. તેની જ જમીન પર દબાણ દૂર ન કરાતા અમારે આજે વનતંત્ર સામે ઉપવાસ આંદોલન શરૂ કરવું પડયું છે. 

વધુમાં તેણે જણાવ્યું હતું કે, વન અને વન્યજીવોના રક્ષણ માટે પગાર મેળવતા અધિકારીઓને પોતાની ફરજ કરતા શિક્ષણ સંકુલ પ્રત્યે વધુ લાગણી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. 

અભયારણ્ય વિસ્તારમાં કોઈ પ્રવેશ કરે તો પણ વનતંત્ર ગુના દાકલ કરે છે. અથવા દંડની વસુલાત કરે છે. ત્યારે આ પ્રકરણમાં તો અભયારણ્ય વિસ્તારની ૮૦૧ ચો.મી. જમીન પર દબાણ થયાનું સામે આવ્યું છે. છતાં વનતંત્ર દ્વારા દબાણ દૂર કરવા અંગે તસ્દી ન લેવાતા અનેક સવાલો ઉઠી રહ્યાં છએ. 

આગામી તા.૪ ફેબુ્ર. સુધીમાં વનતંત્ર દ્વારા કાર્યવાહી નહી થાય તો તા.૫નાં ગાંધીનગર અરણ્ય ભવન સામે અચોક્કસ મદુત માટે ઉપવાસ આદંલન શરૂ કરવા ચિમકી આપી છે અને દબાણ દૂર કરી દબાણ કરનાર સામે ફોજદારી ફરિયાદ કરવી, તટસ્થ અધિકારીને તપાસ સોંપવી અને દબાણ કરનારને છાવરતા અધિકારીઓ સામે પગલા લેવાની માંગ સાથે મુખ્યવનસંરક્ષકને રજૂઆત કરવામાં આવી છે.