Gujarat
જામનગર નજીક બાઈક પર જઈ રહેલા ખેડૂતને ટ્રક ચાલકે અડફેટમાં લઈ બંને પગ ભાંગી નાખ્યા
By GS TEAM
7 Nov 20251 min read
ઇજાગ્રસ્તને સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
ઇજાગ્રસ્તને સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વજીર ખાખરીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા દુદાભાઈ ગળસર નામના 60 વર્ષના ખેડૂત બુઝુર્ગ કેજેઓ ગઈકાલે પોતાનું બાઈક લઈને જામનગર નજીક મતવા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા જી.જે. 36 વી. 4545 નંબરના ટ્રકના ચાલકે તેઓને હડફેટમાં લઈ બંને પગ ભાંગી નાખ્યા હતા.
આથી ઇજાગ્રસ્ત દુદાભાઈને સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવ અંગે દુદાભાઈના પુત્ર ભાવેશ ગળસરે મેઘપર પોલીસ મથકમાં પોતાના પિતાને હડફેટમાં લઈ ગંભીર ઇજા પહોંચાડનાર જી.જે. 36 વી. 4545 નંબરના ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.








