Gujarat

જામનગર નજીક મોટી ખાવડી પાસે ઇકો કારમાં બેસવાના પ્રશ્ને ખેડૂત યુવાન પર હુમલો : ત્રણ સામે ફરિયાદ

By GS TEAM
27 Apr 20261 min read
TukuTouch Logo
જામનગર નજીક મોટી ખાવડી પાસે હાઇવે પર મારામારીનો બનાવ, બન્યો છે અને ત્રણથી વધુ શખ્સો સામે ખેડત યુવાન પર હુમલા અંગે ગુનો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક મોટી ખાવડી પાસે ઇકો કારમાં બેસવાના પ્રશ્ને ખેડૂત યુવાન પર હુમલો : ત્રણ સામે ફરિયાદ

Jamnagar Crime : જામનગર નજીક મોટી ખાવડી પાસે હાઇવે પર મારામારીનો બનાવ, બન્યો છે અને ત્રણથી વધુ શખ્સો સામે ખેડત યુવાન પર હુમલા અંગે ગુનો નોંધાયો છે.

મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 115(2), 118(1), 352, 296(બી), 54 તથા જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવ તા.26/04/2026 ના રોજ રાત્રે આશરે 9:00 વાગ્યાની આસપાસ મોટી ખાવડી ખાતે લોર્ડ્સ હોટલ સામે જામનગર-જામખંભાળીયા હાઇવે રોડ પર બન્યો હતો.

 મળતી માહિતી મુજબ, ફરીયાદી ખેડૂત યુવાન અવેશ હાસમશા શેખ (ઉંમર 20, વર્ષ, રહે. દલતુંગી ગામ, તા. લાલપુર) ઇકો ગાડીમાં મુસાફરી દરમિયાન સીટ ઉપર બેસવાની બાબતે એક હિન્દી ભાષી વ્યક્તિ સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીની અદાવત રાખી આરોપીએ મોટી ખાવડી પાસે લોર્ડ્સ હોટલ સામે ઇકો ગાડી રોકાવી હતી, ત્યારબાદ તેના સાથેના અન્ય બે-ત્રણ ઇસમો હાથમાં ધોકા લઈને આવી ફરીયાદી પર હુમલો કર્યો હતો.આ હુમલામાં ફરીયાદીને ડાબા પગમાં ધોકાના આડેધડ ઘા મારી ઇજા પહોંચાડવામાં આવી હતી તેમજ ગાળો આપી આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે ફરીયાદી દ્વારા મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.