Gujarat

છેલ્લો દિવસ...વડોદરા જિલ્લા પંચાયતના સભ્યોનો વિદાય સમારંભ, લાગણીસભર દ્રશ્યો સર્જાયા

By GS TEAM
16 Mar 20261 min read
TukuTouch Logo
વડોદરા જિલ્લા પંચાયતમાં આવતીકાલે ચૂંટાયેલા સભ્યોની ટર્મ પૂરી થઈ રહી છે. ત્યારે આજે યોજાયેલા વિદાય સમારંભ દરમિયાન સભ્યોએ પાંચ વર્ષ દરમિયાન અનુભવો રજૂ કરી સભાગૃહમાં તેમનો છેલ્લો અવાજ રજૂ કર્યો ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

છેલ્લો દિવસ...વડોદરા જિલ્લા પંચાયતના સભ્યોનો વિદાય સમારંભ, લાગણીસભર દ્રશ્યો સર્જાયા

Vadodara Jilla Panchayat : વડોદરા જિલ્લા પંચાયતમાં આવતીકાલે ચૂંટાયેલા સભ્યોની ટર્મ પૂરી થઈ રહી છે. ત્યારે આજે યોજાયેલા વિદાય સમારંભ દરમિયાન સભ્યોએ પાંચ વર્ષ દરમિયાન અનુભવો રજૂ કરી સભાગૃહમાં તેમનો છેલ્લો અવાજ રજૂ કર્યો ત્યારે લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.

વડોદરા જિલ્લા પંચાયતમાં વર્ષ 2021 માં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના 27 અને કોંગ્રેસના 7 સભ્યો ચૂંટાયા હતા. જેમાં પ્રમુખ તરીકે પહેલા અઢી વર્ષ અશોક પટેલ અને ત્યારબાદ બીજી ટર્મ માંગાયત્રીબેન મહિડાએ ચાર્જ સંભાળ્યો હતો. ક્યારે વિરોધ પક્ષના નેતા તરીકે મુબારક પટેલ રહ્યા હતા. 

આજે પાંચ વર્ષ પૂરા થયા સભ્યોએ પાંચ વર્ષ દરમિયાન સભાગૃહમાં થયેલી બોલાચાલી, આક્ષેપ-પ્રતીઆક્ષેપ અને અન્ય સંભારણા વાગોળી ક્ષમા યાચના પણ કરી હતી. તેમજ અધિકારીઓના મળેલા સરકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા અને જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ પાંચ વર્ષ દરમિયાન કરેલા કાર્યોની વિગતો આપી હતી. જ્યારે વિરોધ પક્ષના નેતાએ પાંચ વર્ષ દરમિયાન ચૂંટાયેલા ભાજપ કોંગ્રેસના સભ્યોનું રીયુનિયન બનાવી આ ટર્મમાં કામ કરનાર તમામ અધિકારીઓને પણ ભવિષ્યમાં રીયુનિયનની મિટિંગમાં હાજર રાખવા માટે સૂચન કર્યું હતું.