જામનગર તાલુકાના અમરા ગામમાંથી એક સગીરાના અપહરણના મામલે પરિવાર એસપી કચેરીએ પહોંચ્યો

જામનગર: જામનગર તાલુકાના આમરા ગામની એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, જે સગીરાનો આજે સુધી પત્તો સાંપડ્યો ન હોવાથી પરિવારજનો એ ચિંતા વ્યક્ત કરી છે, અને આજે જિલ્લા પોલીસ વડા ની કચેરીએ પહોંચી જઈ રજૂઆત કરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના આમરા ગામમાં રહેતી ૧૬ વર્ષની વયની એક સગીરાનું ૧ ફેબ્રુઆરીએ અપહરણ થઈ ગયું હતું, અને આમરા ગામમાં જ રહેતો અને રિક્ષા ચલાવતો પ્રહલાદ અમૃતલાલ કટેશીયા નામનો શખ્સ ઉઠાવી ગયો હોવાનું ધ્યાનમાં આવતાં સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, અને પોલીસે આરોપી સામે અપહરણનો ગુનો નોંધ્યો હતો.
જે આરોપી જનુની સ્વભાવનો હોવાથી પરિવાર સગીરા ના મામલે ચિંતા વ્યક્ત કરી હતી, અને જિલ્લા પોલીસવડાની કચેરીએ આવીને અપહરણના મામલે રજૂઆત કરી છે.
સિક્કા પોલીસ દ્વારા આ મામલે તપાસ ચલાવાઈ હતી, અને બે વખત આમરા ગામ માં આરોપી અને તેના પરિવાર વગેરેની પૂછપરછ પણ કરી હતી. પરંતુ હજુ સુધી આરોપી અથવા સગીરાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જે સગીરાનું તાજેતરમાં મોરકંડા ગામ માં પણ કરી દેવાયું છે. જેથી પરિવારજનો ચિંતા કરી રહ્યા છે.




