Gujarat

પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારજનોનો યુવતીની સાસરેમાં જઈને હુમલો

By GS TEAM
27 May 20261 min read
TukuTouch Logo
વડોદરાના વડસરમાં પ્રેમલગ્ન કરી રહેતી યુવતીના પરિવારજનોએ સાસરિયામાં જઈને મારામારી કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારજનોનો યુવતીની સાસરેમાં જઈને હુમલો

Vadodara Crime : વડોદરાના વડસર ગામના સોલંકી ફળિયામાં રહેતા વિશાલ સોલંકી હૈદરાબાદની આઈટમ કંપનીમાં નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશન નોંધાવ્યો છે ગત તારીખ 20-12-2025 ના રોજ વિધિ સુખલાલ પાટીદાર (રહે. ચીખલી ગામ, તાલુકો જીલ્લો, ડુંગરપુર રાજસ્થાન) સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ હું અનુસૂચિત જાતિમાંથી અને વિધિ સામાન્ય જાતિમાંથી હોય વિધીનો પરિવાર આ લગ્નથી રાજી ન હતો.

ગઈકાલે હું મારી પત્ની તથા પરિવારજનો ઘરે હતા તે સમયે બપોરે 3 વાગે મારા પત્નીનો મોટો ભાઈ શ્યામ દરવાજો ખખડાવતો હતો અને બૂમો પાડતો હોવાથી મેં દરવાજો ખોલવાની ના પાડી હતી. શ્યામ તથા તેની સાથે આવેલા મોહિત પાટીદાર અને અન્ય વ્યક્તિએ ભેગા થઈ ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો. તેઓ મને ગાળો બોલી માર મારવા લાગ્યા હતા. તેઓએ મારી પત્નીને ઘરની બહાર ઢસડી જઈ અપહરણ કરવાનો પ્રયત્ન કરતા હતા. દરમિયાન અમારા ફળિયાના લોકો ભેગા થઈ જતાં ત્રણેય ભાગી ગયા હતા.