Gujarat

બોટાદમાં નકલી RAW અધિકારીની ધરપકડ, નોકરીની લાલચ આપી છેતરપિંડીનો પ્રયાસ

By GS TEAM
1 Oct 20251 min read
TukuTouch Logo
બોટાદમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે, જે પોતે ડિફેન્સ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના અધિકારી હોવાનું જણાવી લોકોને નોકરીની લાલચ આપી છેતરવાનો પ્રયાસ કરતો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદમાં નકલી RAW અધિકારીની ધરપકડ, નોકરીની લાલચ આપી છેતરપિંડીનો પ્રયાસ

Fake RAW Officer Arrested in Botad: બોટાદમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે, જે પોતે ડિફેન્સ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના અધિકારી હોવાનું જણાવી લોકોને નોકરીની લાલચ આપી છેતરવાનો પ્રયાસ કરતો હતો.

આરોપીએ બનાવટી ઓળખ પત્ર બનાવ્યા

મળતી માહિતી અનુસાર, બોટાદના ગઢડા રોડ પર આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા મહેશ ઈસામલિયા નામના આ શખસને LCB પોલીસે બાતમીના આધારે નાગલપર દરવાજા પાસેથી ઝડપી લીધો હતો. બનાવટી ઓળખ અને ઠગાઈની મોડસ ઓપરેન્ડી પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મહેશ ઈસામલિયા હકીકતમાં  RAW અધિકારી ન હોવા છતાં, તેણે પોતાનું બનાવટી ઓળખ પત્ર બનાવડાવ્યું હતું. તે નકલી ઓળખ આપીને પોતે RAW અધિકારી હોવાની ખોટી ઓળખ આપતો હતો. તે આ નકલી ઓળખનો ઉપયોગ કરીને લોકોને નોકરી આપવાની લાલચ આપતો હતો, જેથી સંભવતઃ તેમની પાસેથી પૈસા પડાવી શકાય. પોલીસે મહેશ પાસેથી અખબારોના ઓળખપત્રો પણ મેળવ્યા હતા.


આ પણ વાંચો: પંચમહાલ: પાનમ ડેમમાં લીકેજ, યુદ્ધના ધોરણે મેન્ટેનન્સ શરૂ, વધારાનું પાણી નદીમાં છોડાયું

નકલી RAW અધિકારીનું આ બનાવટી ઓળખ પત્ર બોટાદમાં આવેલ ઓમ ગ્રાફિક્સ નામની જગ્યાએ બનાવવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ સમગ્ર મામલે LCB પોલીસે મહેશ ઈસામલિયા અને ઓમ ગ્રાફિક્સના સંચાલક અંકિત પરમાર સામે કાયદેસરની ફરિયાદ નોંધી છે. પોલીસે મહેશની ધરપકડ કરીને આ બનાવટી ઓળખ અને ઠગાઈના પ્રયાસો અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.