Gujarat

હું કોંગ્રેસથી અલગ થઈ જૂદું ગ્રૂપ બનાવવા માંગુ છું, અહેમદ પટેલના પુત્રની પોસ્ટથી રાજકીય ગરમાવો

By GS TEAM
29 Nov 20252 mins read
TukuTouch Logo
કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના અત્યંત નજીકના ગણાતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર કોંગ્રેસથી અલગ થઈને એક 'નવું ગ્રૂપ' બનાવવાની વાત કરીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. ફૈઝલે દાવો કર્યો હતો કે તેમની બહેન મુમતાઝ પટેલ પણ તેમના સમર્થનમાં છે. જો કે, મુમતાઝ પટેલે તુરંત જ ભાઈના દાવાનું ખંડન કર્યું છે અને સ્પષ્ટ શબ્દોમાં પોતાને આ બાબતથી અલગ કરી લીધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હું કોંગ્રેસથી અલગ થઈ જૂદું ગ્રૂપ બનાવવા માંગુ છું, અહેમદ પટેલના પુત્રની પોસ્ટથી રાજકીય ગરમાવો

Ahmed Patel Son Faisal Patel: કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના અત્યંત નજીકના ગણાતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર કોંગ્રેસથી અલગ થઈને એક 'નવું ગ્રૂપ' બનાવવાની વાત કરીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. ફૈઝલે દાવો કર્યો હતો કે તેમની બહેન મુમતાઝ પટેલ પણ તેમના સમર્થનમાં છે. જો કે, મુમતાઝ પટેલે તુરંત જ ભાઈના દાવાનું ખંડન કર્યું છે અને સ્પષ્ટ શબ્દોમાં પોતાને આ બાબતથી અલગ કરી લીધા છે.

શું છે સમગ્ર મામલો?

સોશિયલ મીડિયા પર ફૈઝલ પટેલની એક પોસ્ટનો સ્ક્રીનશોટ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ પોસ્ટમાં ફૈઝલે લખ્યું છે કે, 'હું કોંગ્રેસ પાર્ટીથી અલગ થઈને એક નવું ગ્રૂપ બનાવવાનું વિચારી રહ્યો છે, જેનું નામ 'કોંગ્રેસ (AP)' હશે. મારી બહેન મુમતાઝ પટેલ પણ આ ગ્રૂપમાં જોડાઈ શકે છે.'



મુમતાઝ પટેલે હાથ ઊંચા કર્યા, 'મારો કોઈ ઇરાદો નથી' 

ફૈઝલની પોસ્ટ વાઇરલ થયા બાદ મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X'  પર સ્પષ્ટતા કરી હતી કે, ‘હું સ્પષ્ટ કરી દઉં કે મારો કોઈ નવી રાજકીય પાર્ટીમાં જોડાવાનો કે કોઈ નવા ગ્રૂપનો ભાગ બનવાનો કોઈ ઇરાદો નથી. મારા ભાઈના વિચારો અને નિર્ણયો સંપૂર્ણપણે તેમના પોતાના છે. કૃપા કરીને મને આની સાથે ન જોડો, આભાર.'


પાર્ટી અને પરિવાર વચ્ચે મતભેદ? 

આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે કોંગ્રેસ પાર્ટી અન્ય રાજ્યોમાં આંતરિક કલહ અને ચૂંટણી હારનો સામનો કરી રહી છે. અહેમદ પટેલ પાર્ટીના સંકટમોચક ગણાતા હતા અને પાર્ટીને અનેક મુશ્કેલ ચૂંટણીઓમાં જીત અપાવી હતી. તેમના નિધન બાદ તેમનો પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો રહ્યો છે, પરંતુ ફૈઝલની તાજેતરની પોસ્ટ અને બહેન દ્વારા કરવામાં આવેલું ખંડન એ સંકેત આપે છે કે કદાચ પરિવાર અને પાર્ટીને લઈને આંતરિક મતભેદો ચાલી રહ્યા છે.