Get The App

મહુવાના બિલડી ગામે ધમકી આપ્યાની સામસામી ફરિયાદ

Updated: May 15th, 2026

GS TEAM

Google News
Google News
મહુવાના બિલડી ગામે ધમકી આપ્યાની સામસામી ફરિયાદ 1 - image

ટ્રેક્ટર ઉભુ રાખવા અને ગામના ઝાપે ખાડો નહી બુર્યાની દાઝે ઝઘડો

મહુવા ગ્રામ્ય પોલીસમાં મહિલા સરપંચ સહિત કુલ પાંચ સામે ગુનો નોંધાયો

ભાવનગર - મહુવાના બિલડી ગામે ગામના ઝાપે ખાડો નહી બુર્યાંની દાઝે અને ટ્રેક્ટર ઉભુ રખાવી ધમકી આપ્યા અંગેની સામસામી પોલીસ ફરિયાદ મહિલા સહિત કુલ પાંચ શખ્સ સામે ગુનો નોંધાયો છે.

મહુવાના બિલડી ગામે રહેતા અને ગામના સરપંચ આરતીબેન વિઠ્ઠલભાઈ ધુંધળવાએ મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ચંદુ ધનજીભાઈ કવાડ અને સાગર દકુભાઈ ધુંધળવા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત ચંદુભાઈએ તેમના ઘરની સામે જાહેરમાં રસ્તા પર ટ્રેક્ટર ઉભુ રાખ્યું હતું જેથી તેમણે ટ્રેક્ટર સાઈડમાં ઉભુ રાખવાનું કહેતા ઉક્ત લોકોએ તેમને તથા તેમના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામે પક્ષે સંજયભાઈ ધનજીભાઈ કવાડે આરતીબેન વિઠ્ઠલભાઈ ધુંધળવા, વિઠ્ઠલ ધુંધળવા અને ભરત ધીરૃભાઈ ધુંધળવા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના ગામના સરપંચના પિતાએ તેમના ડ્રાઈવરને ગામના ઝાપામાં એક ખાડો બુરવા કહેતા ડ્રાઈવરે ભાડું માંગતા એની દાઝે ઉક્ત લોકોએ અપશબ્દો કહી ટ્રેક્ટર અને જેસીબી પુરાવી દેવાની અને અહીંથી નિકળશો તો જીવતા નહી રહેવા દઈએ તેવી ધમકી આપી હતી. આ અંગે મહુવા ગ્રામ્ય પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.