અમદાવાદ તા. 27 ફેબ્રુઆરી, 2022, રવિવાર
એ.ટી.એસ. ગુજરાતને માહિતી મળી હતી કે, એસ.જી.હાઈવે અમદાવાદ ખાતે આવેલ એક કોમર્શીયલ કોમ્પ્લેક્સમાં ઈન્સ્ટૉલ કરેલ TATA કાંપનીની 150 ચેનલની SIP Trunk લાઈન પરથી ગેરકાયદેસર રીતે ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમની ગાઈડલાઈન વિરૂધ્ધમાં ભારતમાં ઘણા લોકલ કોલ થયા હતા જે માહિતી વેરીફાય કરતા આ લોકલ કોલ્સ મોટા ભાગે સાઉદી અરેબીયા ખાતેથી ઈન્ટરનેટના માધ્યમથી થયેલા હોવાની માહિતી મળી આવી હતી.
જે માહિતીના આધારે એ..ટી.એસ. ગુજરાતના પોલીસ ઈન્સ્પેક્ટર એસ. એન. પરમાર, પોલીસ સબ ઈન્સ્પેક્ટર બી.એચ. કોરોટ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.એસ. ચૌધરી તથા SoG
અમદાવાદ શહેરની સંયુક્ત ટીમે PROMAX BPM PRIVET LIMITEDની 505, શપથ-2, પાંચમો માળ, ગોર્ધન થાળની નજીક, એસ.જી.હાઈવે, અમદાવાદ ખાતે આવેલ ઓફીસમાં રેડ કરતા આ ઓફીસમાં ત્રણ ઈસમો હાજર હતા તથા ઓફીસમાં તપાસ કરતા TATA કાંપનીની ઈન્સ્ટૉલ કરેલ SIP Trunk લાઈન, રાઉટર, મલ્ટીપ્લેક્ષર, ફાયરવોલ, સર્વર તથા એક CPU, જે એક્બીજા સાથે નેટવર્કમાં જોઈન્ટ કરેલ અને તમામ સિસ્ટમ ચાલુ હાલતમાં મળી આવ્યા હતા. જે કોમ્પ્યૂટરમાં Remote Operating માટે Any Desk તથા Dedicated SSH (Secure Shell) Tunnelling માટે Putty નામની કોમ્પ્યૂટર એપ્લિકેશન્સ ચાલુ હાલતમાં મળી આવી હતી. જે બાબતે ઓફીસમાં મળી આવેલ ઈસમ અનવર અબ્દુલ જબ્બાર શેરિફ ઉ.વ.35 રહે, 651, 18 સ્ટ્રીટ એમ.કે.બી (મહાકવિ ભારતી નગર), વ્યાસરપડી, ચેન્નઈ, તમીલનાડુનાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, બેંગલોર નિવાસી શીવાકુમાર તથા જેમ્સ માર્ટીન નામનો માણસ બી.કે.એસ. માય ગોલ્ડ પ્રા.લી. કાંપનીના કસ્ટમર કેર સેન્સટરના નામે SIP Trunk લાઈનની મદદથી VoIP જનરેટેડ ઈન્ટરનેશનલ કોલ્સને ગેરકાયદેસર રીતે ભારતમાં લોકલ કોલમાં રૂટ કરાવતો હતો.
આ આરોપીઓ ગેરકાયદેસર SIP Trunk લાઈનનો ઉપયોગ કરવાનું એટલા માટે પસંદ કરે છે કે, આ ટેકનોલોજીથી કરવામાં આવતો કોલ ઓરીજીનલ આંતરરાષ્ટ્રીય નંબરનું કોઈ નિશાન છોડતો નથી જેના દ્વારા આરોપીઓ તથા કોલ કરનાર પોતાની ઓરીજીનલ આઈડેન્ટીટી છુપાવી રાષ્ટ્રીય સલામતીને જોખમ મ મુકી તેમજ ભારત સરકારને આર્થિક નુકશાન પહોંચાડી ટેલીફોન કંપનીઓ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરે છે. જે પ્રવૃતિ ધ ઈન્ડિયન ટેલિગ્રાફ એક્ટ ઈન્ટિયન વાયરલેસ ટેલિગ્રફ એક્ટ. ધી આઈટી એક્ટ તથા આઈ.પી.સી એક્ટ હેઠળ ગેરકાયદેસર છે. આવી રીતે SIP Trunk લાઈનની મદદથી ગેટ-વે બાયપાસ કરી રાષ્ટ્રના અર્થતંત્રને નુકશાન કરે છે તેમજ રાષ્ટ્રની સુરક્ષા સામે પણ ખતરો ઊભો કરે છે. જે આધારે અનવર અબ્દુલ જબ્બાર શેરીફની ધરપકડ કરી ડી.સી.બી પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર ખાતે ગુન્હો નોંધીને સદર ગુન્હાની તપાસ SOG અમદાવાદ શહેરને સોંપવામાં આવી છે. તથા નાસતા ફરતા આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


