Gujarat

ભોપાલમાં યોજાયેલી 34મી ઓલ ઈન્ડિયા જી.વી. માવળંકર શૂટિંગ સ્પર્ધામાં વડોદરાના શૂટરોનો ઉત્કૃષ્ટ દેખાવ

By GS TEAM
31 Oct 20251 min read
TukuTouch Logo
દીપક હલવાઈએ સતત પાંચમો સુવર્ણ ચંદ્રક જીત્યો, સુરજ પરમારે રજત અને કાસ્ય ચંદ્રક સાથે વડોદરાનું નામ રોશન કર્યું

Summarized by AI; it may make mistakes. Check important info

ભોપાલમાં યોજાયેલી 34મી ઓલ ઈન્ડિયા જી.વી. માવળંકર શૂટિંગ સ્પર્ધામાં વડોદરાના શૂટરોનો ઉત્કૃષ્ટ દેખાવ

Vadodara : ભોપાલ ખાતે યોજાયેલી 34મી ઓલ ઈન્ડિયા જી.વી.માવળંકર શૂટિંગ સ્પર્ધામાં વડોદરા જિલ્લાના શૂટરોનો ઉત્કૃષ્ટ દેખાવ રહ્યો હતો. વડોદરા જિલ્લામાંથી કુલ 15 શૂટરોએ ભાગ લીધો હતો. બરોડા રાયફલ કલબના શૂટર દીપક હલવાઈએ 22 ઓપન સાઈટ રાયફલ માસ્ટર મેન ઈન્ડીવિઝયુઅલ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. તેમણે આ સ્પર્ધામાં સતત પાંચમો સુવર્ણ ચંદ્રક મેળવતા શહેરનું ગૌરવ વધાર્યું છે.

તેમજ સુરજ પ્રતાપસિંહ પરમારે 50 મીટર રાયફલ પ્રોન યુથ મેન ઈન્ડીવિઝયુઅલ ઈવેન્ટમાં રજત ચંદ્રક તથા 50 મીટર રાયફલ પ્રોન જુનિયર મેન ઈન્ડીવિઝયુઅલ ઈવેન્ટમાં કાસ્ય ચંદ્રક હાંસલ કર્યા હતા.