Gujarat

ટ્રકની ટક્કરથી રોડ ક્રોસ કરતા યુવકનું મોત

By GS TEAM
15 Nov 20251 min read
ટ્રકની ટક્કરથી રોડ ક્રોસ કરતા યુવકનું મોત

અમદાવાદ, શનિવાર

પૂર્વ વિસ્તારમાં પૂર ઝડપે વાહન હંકારવાના કારણે  હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે. ગઇકાલે મોડી રાતે કુબેરનગર રેલવે ફાટક પાસે રોડ ક્રોસ કરી રહેલા અજાણ્યા યુવકનું ટ્રકની ટકકરથી મોત થયું હતું. આ બનાવમાં અકસ્માત કરીને ભાગી રહેલા ટ્રક ચાલકને પકડીને મેથીપાક ચખાડીને પોલીસને સુપરત કર્યો હતો. આ ઘટના અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક  યુવકના હાથ  ઉપર પૂનમ, મીના, રેખા લખેલું હોવાથી પોલીસે તેના વાલી વારસોની શોધખોળ  હાથ ધરી

ટ્રાફિક જી ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ મહેશકુમારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે મોડી રાતે કન્ટ્રોલ તરફથી મેસેજ મળ્યો હતો  તેના આધારે તપાસ કરતાં ગઇકાલે મોડી રાતે  સરદારનગર રેલવે સ્ટેશન પાકિગ પાસે અને કુબેરનગર રેલવે ફાટક પાસે રોડ ક્રોસ કરી રહેલા અજાણ્યા ૪૦ વર્ષના યુવકને ટ્રક ચાલકે ટક્કર મારતાં તેને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયુનં હતું.

પોલીસે તપાસ કરતાં તેના હાથ ઉપર પૂનમ  અને મીના તથા રેખા લખેલું હતું. બીજીતરફ  આ બનાવમાં અકસ્માત કરીને ભાગી રહેલા ગાંધીનગર ખાતે ટ્રક ચાલકને પકડીને મેથીપાક ચખાડીને પોલીસને સુપરત કર્યો હતો. આ ઘટના અંગે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.