માર્ગ ઉપર પસાર થતાં લાખો વાહનોની અવરજવરને વિલંબનું ગ્રહણ
લાગ્યું
કેન્દ્રિય ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીના સતત આવાગમન છતાં દિલ્હીથી સમય ફાળવવાને લઇને મગનું નામ મરી પડાતું નથી ઃ પાર્કિંગ, ફૂટપાથ અને યુ ટર્ન સહિતની સુવિધાઓ ક્યારે શરૃ કરાશે તે સવાલ
માર્ગ અને મકાન વિભાગે રૃપિયા ૬૮ કરોડના ખર્ચે બાંધેલા
ભાઇજીપુરા ઓવરબ્રિજનો લોડ ટેસ્ટ પણ રેતીની ૧૮ ટ્રકો ઉભી રાખીને સંપન્ન કરી દેવાયો
છે. દરમિયાન ગત મહિનાના અંતે વડાપ્રધાનની ગિફ્ટ સિટી અને ગાંધીનગરની મુલાકાત વખતે
આ ઓવરબ્રિજનું લોકાર્પણ થશે તેવી વાત પણ હવામાં રહી ગઇ છે હતી. ત્યારે નોંધવું
રહેશે, કે અહીં
એપ્રોચ રોડ સહિત ૧ કિલોમીટર લંબાઇ અને ૨૭ મીટરની પહોળાઇ ધરાવતો સિક્સલેન ફ્લાય
ઓવરબ્રિજ બાંધવામાં આવ્યો છે. ફેબ્આરી મહિનાના પ્રથમ બીજા સપ્તાહમાં જ બ્રિજના
તમામ ૭ ગાળાનું કામ પૂર્ણ કરવામાં આવ્યા બાદ બ્રિજ પર ડામર કામ અને ગાંધીનગર તરફના
એપ્રોચ રોડનું ફિનિશિંગ કામ કરાયા બાદ સ્ટ્રક્ચરનો સ્ટેટિક લોડ ટેસ્ટ ૬૬૬ ટન વજન
ધરાવતા રેતીના ૧૮ ટ્રક એક સાથે લાંબા સમય માટે બ્રિજ પર ઉભા રાખીને પુરો કરાયો
હતો. પરિવહન માટે તૈયાર બ્રિજ ખુલ્લો
ક્યારે મુકાશે, તે વાતે
હવે આમ આદમી પણ પ્રશ્નો પુછવા લાગ્યાં છે. ઇજનેરી કમાલ કહેવાય તેવા ફ્લાય ઓવરબ્રિજ
નીચે પાર્કિંગ પ્લેસની સુવિધા પણ થનાર હોવાથી આસપાસની રેસીડેન્સીયલ અને કોમર્શિયલ
સ્કીમોમાં આવતા વાહનોને સર્વિસ રોડ પર પાર્ક કરવાના રહેશે નહીં. રાહદારીઓની
સુરક્ષા માટે બ્રિજની બંને બાજુ ૧.૫ મીટર પહોળી ફૂટપાથ પણ તૈયાર મુકાઇ છે. દરમિયાન
ડાબે અને જમણે વળવા માંગતા વાહનો માટે બ્રિજની નીચે યુ-ટર્ન માટે અલગથી વ્યવસ્થા
થશે. પરિણામે વાહનોએ છેક આગળ ચોકડી સુધી લાંબા થવું પડશે નહીં.


