Gujarat

સુરેન્દ્રનગરમાં ઇપીએફ પેન્શનરોને નજીવું પેન્શન, જીવવું પણ મુશ્કેલ

By GS TEAM
29 Nov 20251 min read
સુરેન્દ્રનગરમાં ઇપીએફ પેન્શનરોને નજીવું પેન્શન, જીવવું પણ મુશ્કેલ

- પેન્શન વધારા સાથે ડીએ, મેડિકલ એલાઉન્સ આપવા રજૂઆત

- ઇપીએફઓ કચેરીમાં નિવૃત્ત પેન્શનધારકોની રજૂઆત કરી રૂ. 7500 ની ચૂકવણીની માંગ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર ઇપીએફઓ કચેરીમાં નિવૃત્ત પેન્શનધારકોએ નજીવા માસિક પેન્શન સામે રૂ.૭,૫૦૦ની ચૂકવણીની માંગની સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. અરજદારોએ પેન્શન વધારા સાથે ડીએ અને મેડિકલ એલાઉન્સ આપવા રજૂઆત કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં ઇપીએસ ૯૫ યોજના હેઠળ પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓએ ૮૦ ફૂટ રોડ પર આવેલી ઇપીએફઓ કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. હાલમાં આ પેન્શનધારકોને માસિક રૂ.૧૦૦૦ થી રૂ.૨૦૦૦ જેટલું નજીવું પેન્શન મળે છે, જે જીવનનિર્વાહ માટે અપૂરતું છે. નિવૃત્ત કર્મચારીઓએ માસિક પેન્શન ૭૫૦૦ ચૂકવવાની તેમજ ડીએ (ડીએ) અને મેડિકલ ભથ્થું સહિતના લાભો આપવાની માંગણી કરી હતી. એસટી વિભાગ અને પીજીવીસીએલ સહિતના અન્ય વિભાગોના નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ સૂત્રોચ્ચાર સાથે લેખિતમાં રજૂઆત કરી હતી.