અમદાવાદમાં ફેશન ફીવર! એન્સેમ્બલના ખાસ શોમાં જોવા મળ્યું દેશના દિગ્ગજ ડિઝાઇનર્સનું કલેક્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Fashion Show: આધુનિક સમયમાં ફેશનની વ્યાખ્યા સતત બદલાઈ રહી છે. એક સમયે 'ભારતનું માન્ચેસ્ટર' તરીકે ઓળખાતું અમદાવાદ પણ ફેશન અને ડિઝાઇન જગતમાં સતત મહત્ત્વનું યોગદાન આપતું આવ્યું છે. તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલા એન્સેમ્બલ ફેશન શોમાં આધુનિક શૈલી અને ભારતીય કારીગરીનો અદ્ભુત સંગમ જોવા મળ્યો.

આ શોમાં એવા ડિઝાઇનર્સના કલેક્શન રજૂ કરવામાં આવ્યા કે જેઓ આજની આધુનિક નારી માટે ભારતીય ફેશનને નવો ઓપ આપી રહ્યા છે અને આ ક્ષેત્રમાં નવી ઓળખ ઊભી કરી રહ્યા છે.

અમદાવાદમાં યોજાયેલા એન્સેમ્બલ ફેશન શોમાં કાલાતીત ભવ્યતા અને આધુનિક ડિઝાઇનનો અનોખો જાદુ જોવા મળ્યો. 1987માં તરુણ તાહિલિયાની અને તેઓના પત્ની શૈલજાએ 'એન્સેમ્બલ'ની શરુઆત કરીને દેશમાં મલ્ટી-ડિઝાઇનર સ્ટોરનો પાયો નાખ્યો હતો. આજે આ પ્રતિષ્ઠિત ફેશન ડેસ્ટિનેશન તેના 40 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ચાર દાયકાઓમાં તેઓ ભારતીય કારીગરી અને સમકાલીન શૈલીને વૈશ્વિક મંચ આપવા માટે જાણીતા બન્યા છે. અનેક દિગ્ગજ ડિઝાઇનર્સની કારકિર્દી ઘડવામાં આ પ્લેટફોર્મનો મોટો ફાળો રહ્યો છે.

40 વર્ષની આ ઉજવણી નિમિત્તે એન્સેમ્બલ તેના ઇતિહાસના શ્રેષ્ઠ કલેક્શન અને આધુનિક ફેશનનું મિશ્રણ રજૂ કરી રહ્યું છે. આ સફર એ વાતની સાક્ષી છે કે કેવી રીતે ભારતીય નારીની ફેશન પસંદગી બદલાઈ છે. પરંપરાગત સાડીઓથી લઈને આધુનિક ઇન્ડો-વેસ્ટર્ન ફ્યુઝન સુધી. એન્સેમ્બલ આજે પણ ઉભરતા ડિઝાઇનર્સ માટે એક આશાનું કિરણ છે અને ફેશન પ્રેમીઓ માટે લક્ઝરીનું સરનામું. ફેશન જગતમાં આટલી લાંબી અને સફળ સફર ખેડવી એ ભારતીય ટેક્સટાઈલ અને ડિઝાઇન ક્ષેત્રની પણ મોટી જીત છે.

ત્યારે આ ખાસ અવસરે ફેશન આઇકોન ટીના તાહિલિયાનીએ અમદાવાદમાં એન્સેમ્બલના ઇન-સ્ટોર કન્વર્સેશનમાં હાજરી આપી અને શહેરવાસીઓને મુલાકાત લેવા માટે આમંત્રિત કર્યા હતા.








