Gujarat

જામનગરના જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી ફલાય ઓવર બ્રિજ નીચેથી 40 ઝૂંપડાઓ હટાવાયા

By GS TEAM
28 Oct 20251 min read
TukuTouch Logo
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તથા સીટી પોલીસ દ્વારા ભારે જહેમત લઈ અનેક ઝુંપડા પથારાનો માલ સામાન જપ્ત કરાયો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી ફલાય ઓવર બ્રિજ નીચેથી 40 ઝૂંપડાઓ હટાવાયા

Jamnagar Demolition : જામનગરના જુના રેલવે સ્ટેશન નજીક નવા બની રહેલા ફ્લાયઓવરની નીચે સંખ્યાબંધ ઝુંપડાઓ ખડકાઈ ગયા હોવાથી અને ન્યુસન્સ ફેલાવતા હોવાથી આજે સવારે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સતર્ક બન્યું હતું, અને પોલીસ ટીમની મદદ લઈને ભારે સંઘર્ષ બાદ અનેક ઝુંપડા સહિતના માલ સામાનને જપ્ત કરી લઈ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયો છે.

જામનગરમાં અંબર ચોકડી નજીક જુના રેલ્વે સ્ટેશન પાસેના વિસ્તારમાં નવા બંધાઈ રહેલા ફલાય ઓવર બ્રિઝ નીચે છેલ્લા કેટલાક સમયથી ઝુંપડાઓ ખડકાઈ ગયા છે અને ત્યાં ઝુંપડાવાસીઓ ન્યુસન્સ ફેલાવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. કેટલાક શખ્સો દ્વારા દેશી દારૂની પણ પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદો મળ્યા પછી આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને સિટી બી. ડિવિઝનની પોલીસ ટીમ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, અને એકી સાથે 40 જેટલા દબાણ કર્તાઓના ઝુંપડા વગેરે ખસેડી લેવામાં આવ્યા છે, અને તેઓનો તમામ માલસામાન જપ્ત કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયો છે.

આ કામગીરી વખતે ભારે સંઘર્ષ થયો હતો, અને ઝુંપડાવાસીઓ ભારે દ્વારા દેકારો કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ તંત્ર અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા કોઈપણ પ્રકારની મચક આપ્યા વિના તમામનો સમાન જપ્ત કરીને જુદા જુદા વાહનો મારફતે મહાનગરપાલિકાની કચેરીમાં લઈ જવાયો છે, અને ઓવરબ્રિઝ નીચેનો હિસ્સો ખુલ્લો કરાવવામાં આવી રહ્યો છે.