Gujarat

વડોદરાના બિલ ગામમાં પ્રકૃતિ હાર્મોનીથી વાણી વિલાના ટીપી રસ્તાના દબાણોનો સફાયો

By GS TEAM
6 Feb 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેરમાં ઠેર-ઠેર દબાણોનો રાફડો ફાટ્યો છે ત્યારે પાલીકા તંત્રને છેવાડાના ટીપી રસ્તાઓ પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની પડી છે. આવી કાર્યવાહી બિલ્ડર લોબીના ઇશારે થઈ રહી હોવાની બાબતે લોક ચર્ચા જાગી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના બિલ ગામમાં પ્રકૃતિ હાર્મોનીથી વાણી વિલાના ટીપી રસ્તાના દબાણોનો સફાયો

Vadodara : વડોદરા શહેરમાં ઠેર-ઠેર દબાણોનો રાફડો ફાટ્યો છે ત્યારે પાલીકા તંત્રને છેવાડાના ટીપી રસ્તાઓ પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની પડી છે. આવી કાર્યવાહી બિલ્ડર લોબીના ઇશારે થઈ રહી હોવાની બાબતે લોક ચર્ચા જાગી હતી.

ઉલ્લેખનીય છે કે શહેરના છેવાડે આવેલા બિલ ગામમાં પ્રકૃતિ હાર્મનીથી વાણી વિલા તરફના કેનાલ રોડ પર 12, 18 અને 24 મીટરનો રોડ રસ્તે આસપાસના ખેતરોના માલિકો દ્વારા ફેન્સીંગ કરી લેવા સહિત વિસ્તારમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા હોવાની ફરિયાદો તંત્રને મળી હતી. જેથી પાલિકાની દબાણ શાખાની ટીમ 4 બુલડોઝર સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં દબાણ શાખાની ટીમની મદદ માટે ફાયરની ટીમ, મેડિકલની ટીમ સાથે મદદ માટે એસઆરપી સહિત ટીપી સ્ટાફ તથા અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બંદોબસ્ત સાથે મદદમાં રહ્યો હતો. દબાણ શાખાની ટીમે આ તમામ ટીપી રોડ રસ્તા પરના ગેરકાયદે ફેન્સીંગના દબાણો સહિત ઝાડી ઝાંખરા દૂર કરીને રસ્તા ખુલ્લા કર્યા હતા.