Gujarat

ઓઢવમાં કારમાં ગાંજો વેચતો શખ્સ પકડાયો ઃ રૃા.૧.૫૬ લાખનો ગાંજો કબજે

By GS TEAM
11 Feb 20261 min read
ઓઢવમાં કારમાં ગાંજો વેચતો શખ્સ પકડાયો ઃ રૃા.૧.૫૬ લાખનો ગાંજો કબજે

અમદાવાદ,બુધવાર

પૂર્વ વિસ્તારમાં યુવાધનને નશાના રવાડે ચઢાવવા માટે બેરોકટોક નશીલા પદાર્થોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ઓઢવ પોલીસે ચોક્કસ બાતમી આધારે કારમાં ગાંજો વેચવા આવેલા શખ્સને રૃા. ૧.૫૬ લાખના ૩૫ કિલો ૨૫૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડી પાડયો હતો. આ બનાવ અંગે ઓઢવ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રામોલના શખ્સ પાસેથી રૃા. ૩૫ હજારમાં લાવીને ઓઢવના શખ્સને રૃા.૪૦ હજાર માં વેચાવાતા પહેલા પોલીસે દબોચી લીધો

ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.કો. વનરાજસિંહે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ઓઢવમાં રહેતા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે કે પોલીસે ચોેક્કસ બાતમી આધારે ઓઢવ વિસ્તારમાં તક્ષશીલા રોડ ઉપર સતગુરુ કોમ્પલેક્ષ પાસે દરોડો પાડીને કારમાં સવાર આરોપી રણજિતસિંહ રાઠોડને કોર્ડન કરીને ઝડપી પાડયો હતો.

પોલીસે તેની અંગ ઝડપી કરતાં તેના ખિસ્સામાંથી વનસ્પતિ જન્ય રૃા. ૧.૫૬ લાખના ૩૫ કિલો ૨૫૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડી પાડયો હતો. પોલીસ પૂછપરછમાં આરોપી આ ગાંજો રામોલમાં રહેતા સલીમ બમ્બઇયા પાસેથી રૃા. ૩૫ હજારમાં ખરીદીને લાવ્યો હતો અને આ ગાંજો  ઓઢવમાં રહેતા કુલદીપ પંચાલને રૃા. ૪૦ હજારમાં વેચાવનો હતો.આ બનાવ અંગે ઓઢવ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.