Gujarat

ફૂટપાથ ઉપર સૂઇ રહેલી મહિલાનું કાર નીચે કચડાતાં મોત

By GS TEAM
24 Apr 20261 min read
ફૂટપાથ ઉપર સૂઇ રહેલી મહિલાનું કાર નીચે કચડાતાં મોત

અમદાવાદ,શુક્રવાર

પૂર્વ વિસ્તારમાં હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના  બનાવો વધી રહ્યા છે, નરોડામાં હંસપુરા પાસે પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે ફૂટપાથ ઉપર  સૂઇ રહેલી મહિલા ઉપર ચઢાવી દેતા સારવાર દરમિયાન મોત થયું હતું. ટ્રાફિક પોલીસે ગુનો નાંેધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

નરોડામાં હંસપુરા પાસે મધરાતે ઘટના બની ગંભીર હાલતમાં  સારવાર દરમિયાન મહિલાનું મોત ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ

સરસપુરમાં રહેતા અને નરોડા હંસપુરા ખાતે ફ્રૂટનો વ્યવસાય કરતી મહિલા તા. ૨૨ના રોજ રાતે સમયે તે જમીને નરોડા હંસપુરા ખાતેના કોમ્પલેક્ષ પાસે ખુલ્લી જગ્યાએ ઇ ગયા હતા. ત્યારે તેમનો સગીર પુત્ર ત્યાં રિક્ષામાં સૂતો હતો. દરમિયાન મધરાતે પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા પહેલા રિક્ષાને ટક્કર મારી બાદમાં સૂઇ રહેલી મહિલા ઉપર કાર ચઢાવી દીધી હતી 

જેથી તેમને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત થતા આસપાસના લોકો ભેગા થતા કાર ચાલક કાર મૂકીને નાસી ગયો હતો. તેમજ ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સિવિર્લ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.  આ ઘટના અંગે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી છે.