Get The App

મહિલાનું ફેક આઇડી બનાવી યુવકને હનીટ્રેપમાં ફસાવી ૧૫ લાખ પડાવ્યા

ઓઢવમાં પડોશીએ મહિલાના નામે વાતો કરી

આઈડી નકલીની ખબર પડતા બદનામ,જાનથી મારી નાખવાની ધમકી

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
મહિલાનું ફેક આઇડી બનાવી યુવકને હનીટ્રેપમાં ફસાવી ૧૫ લાખ પડાવ્યા 1 - image

અમદાવાદ, સોમવાર

ઓઢવમાં પડોશીએ મહિલાનું ફેક આઇડી બનાવીને યુવકને હનીટ્રેપમાં ફસાવીને ૧૫ લાખ પડાવ્યા હતા. જેમાં મહિલાના નામે વાત કરીને પોતે મુંબઇમાં મોડેલિંગ કરતી હોવાની કહી લગ્નની લાલચ આપી ફ્લાઇટમાં દુબઇ જવાના તથા અન્ય બહાના બતાવીને રૃપિયા પડાવ્યા હતા. જો કે આઇડી પુરુષ ઉપયોગ કરતો હોવાની શંકા ગઇ હતી તેમજ રૃપિયા પડોશીને આપેલા હતા. જેથી પડોશીને વાત કરતા તેઓએ ખોટા ફસાવી બદનામ કરી મારી નાંખવાની ધમકી આપી હતી. ઓઢવ પોલીસે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી છે.

રૃપિયા પડોશીને આપેલા આઈડી નકલીની ખબર પડતા બદનામ,જાનથી મારી નાખવાની ધમકી આપી 

ઓઢવમાં રહેતા નિમેષભાઇ (ઉ.વ.૪૮)એ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા સરબતજીસિંગ  અને રણવીરસિંગ તથા સુનિલ સામે ફરિયાદ નોંધાવી છે કે ત્રણ વર્ષ પહેલા મોબાઇલ ફેસબુકમાં નિરજુ નકરમી નામની મહિલાની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારતા બંને વચ્ચે વાતો શરુ થઇ હતી.મહિલાએ પોતે મુંબઇમાં મોડલિંગનો ધંધો કરે છે અને પતિ સાથે ડિવોર્સ થયેલ હોવાનું જણાવી યુવક સાથે લગ્ન કરવાનું કહીને વિશ્વાસ કેળવ્યો હતો. અને મુંબઇથી દુબઇ જવાનું જણાવીને ફ્લાઇટની ટિકીટ માટે રૃા. ૧૫ હજાર માગ્યા હતા જે રૃપિયા યુવકે તેના ફેસબુક મિત્ર અને સોસાયટીમાં રહેતા શખ્સ સરબજીતસિંગને આપ્યા હતા.

ફેસબુક ઉપર મહિલાએ લગ્ન કરવાનું કહીને અલગ અલગ બહાના બતાવીને યુવક પાસેથી કુલ રૃા. ૧૫ લાખ પડાવી લીધા હતા. તેમ છતા વધુ રૃપિયાની માંગણી ચાલું રાખતા મહિલાએ બ્લોક કરવાની અને ખોટા રેપ કેસમાં ફસાવવાની ધમકી આપીને ગાળો બોલી હતી. જેથી યુવકને આ વાત કરનાર મહિલા નહી પરંતુ પુરુષ હોવાની શંકા જતા તપાસ કરતા ગુગલ પેમાં ચેક કરતા સુનિલ નામ આવતું હતું તેમજ વધુ તપાસ કરતા પડોશીઓએ ભેગા મળીને નિરજુ નામની ફેક આઇડી બનાવીને રૃપિયા પડાવ્યા હોવાનું બહાર આવતાં તેઓને વાત કરતા બદનામ કરી દેવાની અને મારી નાખવાની ધમકી આપી હતી.