Gujarat

સીટી-2 ડિવિઝનમાં રૂ.38 લાખની વીજચોરી ઝડપાઈ

By GS TEAM
6 Feb 20261 min read
સીટી-2 ડિવિઝનમાં રૂ.38 લાખની વીજચોરી ઝડપાઈ

ત્રણ સબ ડિવિઝનમાં વીજ ચેકિંગ ડ્રાઈવ

46 ટીમો દ્વારા 520 કનેક્શનો તપાસ્યા, 97માં ગેરરીતિ પકડાઈ

ભાવનગર: પીજીવીસીએલ દ્વારા સતત ચોથા દિવસે વીજ ચેકિંગ ડ્રાઈવ યથાવત્ રાખી છે. ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના સીટી-૨ ડિવિઝનના ૯૭ વીજ કનેક્શનોમાંથી વીજતંત્રએ કુલ રૂ.૩૮.૫૫ લાખની વીજચોરી ઝડપી પાડી છે.

પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના સીટી-૨ ડિવિઝનના ચિત્રા, ઘોઘા અને મામસા ત્રણ સબ ડિવિઝન હેઠળ વીજતંત્રની ૪૬ ટીમો દ્વારા આજે વહેલી સવારથી વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. વીજ ટીમોએ ૪૮૧ રહેણાંકી, ૧૯ વાણિજ્ય અને ૨૦ ખેતીવાડી મળી કુલ ૫૨૦ કનેક્શનો તપાસવામાં આવ્યા હતા. જે પૈકી ૮૪ રહેણાંકી, ૯ વાણિજ્ય અને ૪ ખેતીવાડી મળી કુલ ૯૭ વીજ કનેક્શનોમાં કુલ રૂ.૩૮.૫૫ લાખની વીજચોરી ઝડપી પાડી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.