Gujarat

બરોડા ડેરીની 9 બેઠક બિનહરીફ થયા બાદ બાકીની 4 બેઠક માટે આજે ચૂંટણી,સાંજે જ પરિણામ

By GS TEAM
17 Mar 20261 min read
બરોડા ડેરીની 9 બેઠક બિનહરીફ થયા બાદ બાકીની 4 બેઠક માટે આજે ચૂંટણી,સાંજે જ પરિણામ

વડોદરાઃ બરોડા ડેરીની ચાર બેઠક માટે યોજાનારી ચૂંટણી માટે આવતીકાલે તા.૧૮મીએ મતદાન થશે અને સાંજે જ પરિણામ જાહેર થઇ જશે.

બરોડા ડેરીનું કાર્યક્ષેત્ર વડોદરા,છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાના તિલકવાડામાં આવેલું છે.એક હજાર થી વધુ મંડળીઓ ધરાવતી ડેરીમાં કુલ ૧૩ ઝોનમાંથી એક-એક ડિરેક્ટર ચૂંટાય છે.ત્યારબાદ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પ્રમુખ-ઉપપ્રમુખની પસંદગી કરે છે.

જો કે આ વખતે હાઇકોર્ટના આદેશ બાદ ચૂંટણી યોજાતાં ૧૩માંથી પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના ૯ ડિરેક્ટરો બિનહરીફ રીપીટ થયા છે.જ્યારે બાકીની ચાર બેઠકો પર ફોર્મ પાછા નહિ ખેંચાતા આવતીકાલે મતદાન કરવામાં આવશે.જેમાં ડેસર,ડભોઇ,વડોદરા ગ્રામ્ય અને પાવી જેતપુર બેઠકનો સમાવેશ થાય છે.

આજે ચૂંટણી અધિકારીએ મતદાન કેન્દ્રની મુલાકાત લઇ તૈયારીઓ ચકાસી હતી.આવતી કાલે બુધવારે સવારે ૯થી ૩ સુધી મતદાન થશે અને ત્યારબાદ ૪ વાગ્યાથી મતગણતરી ચાલુ થતાં એકાદ બે કલાકમાં જ પરિણામ જાહેર થઇ જવાની શક્યતા છે.