Gujarat

રાજકોટના સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, વેન્ટિલેટરમાં શોર્ટ-સર્કિટ થતાં વૃદ્ધ દર્દીનું મોં દાઝી ગયું

By GS Team
16 Oct 20251 min read
This article was originally published on 16 Oct 2025
TukuTouch Logo
રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. ગઈકાલે બુધવારે રાત્રે (15 ઓક્ટોબર) હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં આવેલા ટીબી વોર્ડમાં વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટની દુર્ઘટના બની હતી. આ ઘટનામાં એક વૃદ્ધ દર્દીનું મોં ગંભીર રીતે દાઝી ગયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટના સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, વેન્ટિલેટરમાં શોર્ટ-સર્કિટ થતાં વૃદ્ધ દર્દીનું મોં દાઝી ગયું

Rajkot News : રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. ગઈકાલે બુધવારે રાત્રે (15 ઓક્ટોબર) હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં આવેલા ટીબી વોર્ડમાં વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટની દુર્ઘટના બની હતી. આ ઘટનામાં એક વૃદ્ધ દર્દીનું મોં ગંભીર રીતે દાઝી ગયું હતું. 

મળતી માહિતી મુજબ, જૂનાગઢના માંગરોળમાં કાજીકા ફળીયામાં રહેતા મહમ્મદ હુસેન અલ્લારખાભાઇ પંજા (ઉં.વ.65) નામના વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ તથી હોવાથી 14 ઓક્ટોબરના રોજ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ટીબી વોર્ડમાં વૃદ્ધને દાખલ કરીને વેન્ટીલેટર આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: વડોદરામાં પ્રેમલગ્ન બાદ યુવતી પાસેથી 15 લાખ પડાવ્યા, પૈસા પરત માગતા અશ્લીલ ફોટા વાઈરલ કરવાની ધમકી

જ્યારે ગઈકાલે બુધવારે વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટના કારણે વૃદ્ધને મોંના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે હોસ્પિટલ દર્દી-સ્ટાફમાં દોડધામ મચી હતી. શોર્ટ સર્કિટની ઘટનાને લઈને હોસ્પિટલના અધિકારી ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.