Get The App

તળાજાના રાળગોન ગામે અકસ્માતમાં વૃદ્ધાનું મોત

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
તળાજાના રાળગોન ગામે અકસ્માતમાં વૃદ્ધાનું મોત 1 - image

તળાજા પોલીસ મથકમાં ફરિયાદ

સમુહ લગ્નમાં સાઈડમાં બેસેલા વૃદ્ધા પર ચાલકે કાર ચડાવી દીધી

ભાવનગર - તળાજા તાલુકાના રાળગોન ગામે સમુહ લગ્નમાં સાઈડમાં બેસેલા વૃદ્ધા પર ચાલકે કાર ચડાવી દેતા સર્જાયેલા અકસ્માતમાં વૃદ્ધાનું મોત નિપજ્યું છે. બનાવ અંગે તળાજા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉમરાળા તાલુકાના નિંગાળા ગામે રહેતા રસિકભાઈ માલાભાઈ પરમારે તળાજા પોલીસ મથકમાં જીજે-૦૪-સીજી-૩૬૧૪ના ચાલક વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના બા મણીબેન તેમના ઘરેથી આંબલા ગામે કુટુંબીમાં લગ્નમાં ગયા હતા જ્યાંથી તેઓ જાનમાં તળાજા તાલુકાના રાળગોન ગામે આવ્યા હતા. જ્યાં સમુહ લગ્નમાં તેમના બા એક બાજુ બેઠા હતા ત્યારે ત્યાં ઉક્ત કારના ચાલકે કાર બેફિકરાઈથી ચલાવી તેમના બા પર ચડાવી દઈ તેમના બા મણીબેનને ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું. બનાવ અંગે તળાજા પોલીસે ગુનો નોંધ્યો છે.