Get The App

હડદડ ગામ નજીક ટ્રેક્ટર અને બાઈક અથડાતાં વૃધ્ધનું મોત

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
હડદડ ગામ નજીક ટ્રેક્ટર અને બાઈક અથડાતાં વૃધ્ધનું મોત 1 - image

મૃતકના પુત્રએ ટ્રેક્ટર ચાલક સામે પાળીયાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી

બાઈક લઈને વૃધ્ધ કામ અર્થે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગરહડદડ ગામ નજીક ટ્રેક્ટર અને બાઈક અથડાતાં વૃધ્ધને ગંભીર ઇજા થઈ હતી.ઈજાગ્રસ્તને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

રાણપુર તાલુકાના ચંદરવા ગામના વતની અને હાલ બોટાદ રેલવે સ્ટેશન પાસે આવેલ ગાયત્રીનગરમાં રહેતા રઘુવીરભાઈ શિવરાજભાઈ ખાચરના પિતા શિવરાજભાઇ મેરાભાઈ ખાચર ( ઉ.વ ૬૦ ) પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૦૪ એકે ૩૬૩૨ લઈને હડદડ ગામ પાસેથી પસાર થતા હતા તે દરમિયાન ટ્રેક્ટર નંબર જીજે ૩૩ એફ ૧૪૨૦ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવી દેતા શિવરાજભાઇને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના પુત્ર રઘુવીરભાઈએ પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.