Gujarat
જામનગરના લાલપુર નજીક કાર અને બાઈકના અકસ્માતમાં ખેડૂત બુઝુર્ગનો ભોગ લેવાયો
By GS TEAM
7 Mar 20261 min read
જામનગરમાં લાલપુર હાઈવે પર કારની અડફેટે ખેડૂતનું મોત નિપજતા અરેરાટી
Summarized by AI; it may make mistakes. Check important info
જામનગરમાં લાલપુર હાઈવે પર કારની અડફેટે ખેડૂતનું મોત નિપજતા અરેરાટી
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવકધૂણીયા ગામમાં રહેતા દિલુભા ભાવસંગજી જાડેજા નામના 65 વર્ષના ખેડૂત, કે જે પોતાનું જી.જે. 10 એ. બી. 9957 નંબરનું મોટરસાયકલ લઈને લાલપુર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન હરીપર ગામના પાટીયા પાસે સામેથી આવી રહેલી જી.જે. 03 કે.સી. 8896 નંબરની કારના ચાલકે બાઈકને ઠકરે ચડાવતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર દિલુભા જાડેજાને ગંભીર ઈજા થઈ હતી, અને તેઓનું મૃત્યુ નીપજયું છે.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના ભત્રીજા રવિરાજસિંહ વિક્રમસિંહ જાડેજાએ લાલપુર પોલીસ મથકમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસ આ બનાવ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.









