Get The App

નિર્દોષ યુવક પર કુહાડી, પાઇપ, ધોકાથી હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ

લૂખ્ખા તત્વો દાદાગીરી કરતા હોવાથી યુવક તેનો વિરોધ કરતો હતો

બાપુનગરમાં ચાની કિટલી ઉપર હુમલાથી ભાગતા યુવકને નીચે પાડી ઢોર માર માર્યો

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
નિર્દોષ યુવક પર કુહાડી, પાઇપ, ધોકાથી હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ 1 - image

અમદાવાદ,સોમવાર

બાપુનગરમાં ચાની કીટલી ઉપર લૂખ્ખા તત્વોની દાદાગીરી સામે વિરોધ કરનારા યુવકને કુહાડી, પાઇપ અને દંડાથી માર મારીને લોહી લુહાણ કર્યો હતા તથા ખુરસીઓ એકબીજા પર ફેંકી મધરાતે આતંક મચાવ્યો હતો. યુવકને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.આ બનાવનો વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી છે. 

બાપુનગરમાં ચાની કિટલી ઉપર હુમલાથી ભાગતા યુવકને નીચે પાડી ઢોર માર માર્યો ઃ પોલીસે ત્રણ ગુનો નોંધી એકની ધરપકડ 

બાપુનગરમાં રહેતા યુવકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં બાપુનગરમાં રહેતા અયાન તથા ફૈઝાન  અને આવેશ સામે ફરિયાદ નોંધઆવી છે કે ગઇકાલે મોડી રાતે વિશ્વનાથનગર પાસે આવેલા સિલાઇકામના કારખાનાની બાજુમાં ચાની કીટલી પર ચા પીવા બેઠો હતો. ત્યારે આરોપીઓ કુહાડી, લોખંડની પાઇપ તથા દંડો લઇને આવ્યા હતા. આ ત્રણેય શખ્સો અવાર નવાર  વિસ્તારમાં દાદાગીરી કરતા હોવાથી ફરિયાદી યુવક તેમનો વિરોધ કરતો હોવાથી અદાવત ચાલતી હતી. અદાવતમાં ત્રણેય શખ્સોએ ગાળો બોલીને કુહાડી, પાઇપ તથા દંડાથી માર મારીને લોહી લુહાણ કર્યો 

જેથી ટી-સ્ટોલ માલિક છોડાવવા વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો. તકનો લાભ લઇને યુવક ત્યાંથી ભાગી ગયો હતો. જેથી ત્રણેય શખ્સોએ પીછો કરીને અજીત મીલ કંમ્પાઉન્ડમાં રોકીને તેને નીચે પાડીને ઢોર માર માર્યો હતો.

એટલું જ નહી અમારો વિરોધ કરીશ કે પોલીસ ફરિયાદ કરીશ તો તને હવે જીવતો નહી છોડુ કહીને નાસી ગયા હતા.