Gujarat

નવસારીના સોની ટ્રેનમાં સૂતા રહ્યા અને બેગમાંથી રૃા.૧.૯૦ લાખના દાગીના ચોરાયા

By GS TEAM
17 Apr 20261 min read
નવસારીના સોની ટ્રેનમાં સૂતા રહ્યા અને બેગમાંથી રૃા.૧.૯૦ લાખના દાગીના ચોરાયા

અમદાવાદ, શુક્રવાર

ચાલું ટ્રેનમાં મુસાફરોના કિંમતી માલ સામાન તથા મોબાઇલની ચોરી અને ચેઇન સ્નેચીંગના બનાવો વધી રહ્યા છે. તેવા સંજોગોમાં નવસારીના સોની સુરતથી ટ્રેનમાં બેસીને અમદાવાદ આવી રહ્યા હતા તઓ વડોદરાથી સીટ ઉપર સૂઇ રહ્યા હતા. દરમિયાન અજાણી વ્યક્તિએ તેમની પાસેની સ્કૂલ બેગમાંથી રૃા. ૧.૯૦ લાખના દાગીનાની ચોરી કરી હતી. આ બનાવ અંગે અમદાવાદ રેલવે પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ફ્લાઇટમાં પંજાબ જવાનું હોવાથી ઉતાવળમાં કોલેજ બેગની ખુલ્લી ચેઇન બંધ કરી, સીડી ઉતરીને ચેક કરતાં સોનાના દાગીના ગાયબ હતા ઃ રેલવે પોલીસ  દ્વારા ગુનો નોંધી તપાસ 

નવસારીમાં રહેતા અને સોનાના દાગીના બનાવવાનો વ્યવસાય કરતા યુવકે અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ તા.૦૭-૦૪-૨૬ના રોજ સુરતથી અમદાવાદ આવવા માટે ગુજરાત મેલ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને આવતા હતા તેઓ વડોદરાથી ટ્રનમાં સૂઇ ગયા હતા. દરમિયાન અજાણી વ્યક્તિએ તેમની પાસેની સ્કૂલ બેગમાંથી રૃા. ૧.૯૦ લાખના દાગીનાની ચોરી કરી હતી. 

જો કે અમદાવાદ સાબરમતી સ્ટેશને ઉતરીને તેમને વિમાન મારફતે પંજાબ જવાનું હોવાથી ઉતાવળમાં બેગની ચેઇન બંધ કરી હતી અને બેગમાંથી કોઇક વસ્તું લેવા ચેઇન ખોલીને જોયું તો ખબર પડીને બેગમાંથી રૃા. ૧.૯૦ લાખના દાગીનના ચોરી થઇ છે. આ ઘટના અંગે અમદાવાદ રેલવે પોલીસે ચોરીનો ગુનો નોેંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે