Gujarat

વડોદરામાં ઈદની ઉત્સાહભેર ઉજવણી : મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાઝ પઢી ખુદાની બંદગી કરી

By GS TEAM
21 Mar 20262 mins read
TukuTouch Logo
પવિત્ર રમઝાન માસ પૂરો થતા જ મુસ્લિમ સમુદાય દ્વારા વિવિધ મસ્જિદો સહિત પ્રતાપ નગર સ્થિત મોટી સંખ્યામાં એકત્ર મુસ્લિમ બિરાદરો એ ઈદગાહ મેદાન ખાતે સામુહિક નમાજ અદા કરીને સૌ એકબીજાને ગળે મળીને ઈદ-ઉલ-ફિત્ર રમઝાન ઈદની મુબારક બાદ પાઠવી ખુશી મનાવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ઈદની ઉત્સાહભેર ઉજવણી : મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાઝ પઢી ખુદાની બંદગી કરી

Vadodara : પવિત્ર રમઝાન માસ પૂરો થતા જ મુસ્લિમ સમુદાય દ્વારા વિવિધ મસ્જિદો સહિત પ્રતાપ નગર સ્થિત મોટી સંખ્યામાં એકત્ર મુસ્લિમ બિરાદરો એ ઈદગાહ મેદાન ખાતે સામુહિક નમાજ અદા કરીને સૌ એકબીજાને ગળે મળીને ઈદ-ઉલ-ફિત્ર રમઝાન ઈદની મુબારક બાદ પાઠવી ખુશી મનાવી હતી. 

મુસ્લિમ બિરાદરોમાં રમઝાન માસનું વિશેષ મહત્વ રહેલું છે. ખૂબ જ કઠિન રીતે દિવસ દરમિયાન રમઝાન માસના રોઝા રાખે છે.

 વડોદરામાં મુસ્લિમ બિરાદરો એ આજે રમજાન  -ઈદ-ઉલ-ફિત્રની સામૂહિક નમાજ જુમ્મા મસ્જિદ સહિત વિવિધ મસ્જિદો તથા પ્રતાપ નગર સ્થિત ઇદગાહ મેદાન ખાતે યોજાઈ હતી. તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને મુબારકબાદી પાઠવી હતી. જ્યારે અનેક મુસ્લિમ બિરાદરોએ શહેરના વિવિધ કબ્રસ્તાન ખાતે જઈને મૃત સ્વજનોની યાદમાં દુઆ ગુજારી હતી.

 પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા જ મુસ્લિમ સમુદાયમાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ભારે આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જુમ્મા મસ્જિદ સહિત વિવિધ મસ્જિદો અને પ્રતાપનગર સ્થિત ઈદગાહ મેદાન ખાતે એકત્રિત થઈ સામૂહિક નમાજ અદા કરી હતી. નમાજ બાદ સૌએ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદ પાઠવી અને ભાઈચારા તથા એકતાનો સંદેશ આપ્યો હતો.

 રમઝાન માસ મુસ્લિમ સમાજ માટે ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિનામાં રોજા રાખીને લોકો આત્મશુદ્ધિ, સંયમ અને પરોપકારનું પાલન કરે છે. દિવસભર ઉપવાસ રાખ્યા બાદ ઈબાદત, દુઆ અને સદકાના કાર્યો કરવામાં આવે છે. ઈદ-ઉલ-ફીત્ર

-રમજાન ઈદના દિવસે અનેક મુસ્લિમ બિરાદરોએ શહેરના વિવિધ કબ્રસ્તાનોમાં જઈ પોતાના મૃત સ્વજનોની યાદમાં દુઆ પણ કરી હતી. આ પ્રસંગે સૌએ શાંતિ, સૌહાર્દ અને માનવતાના મૂલ્યોને ઉજાગર કરતા ઉત્સવની ઉજવણી કરી હતી. ઈદનો તહેવાર માત્ર ખુશીનો જ નહીં પરંતુ એકતા, ક્ષમા અને સહઅસ્તિત્વનો સંદેશ આપતો પવિત્ર અવસર છે.

ગાજરાવાડી ઇદગાહમાં ભાઈચારા સાથે ઈદ ઉલ ફિત્રની ઉજવણી 

વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ ઇદગાહ મેદાન ખાતે ઈદ ઉલ ફિત્ર નિમિત્તે વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી ઈમાન અને એકતાનો સંદેશ આપ્યો હતો.

નમાજ પૂર્ણ થયા બાદ લોકો એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવતા ભાઈચારા અને સૌહાર્દનો સુંદર નજારો સર્જાયો હતો. આ પ્રસંગે ખતીબ સૈયદ અમીરુલ્લા સુકરુલ્લાએ આયોજનમાં સહકાર બદલ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વડોદરાની સંસ્કારી નગરીનું બિરુદ અકબંધ રહેવું જોઈએ અને તમામ તહેવારો હળી-મળી ઉજવવા જોઈએ. તેમણે મુસ્લિમ સમાજને અપીલ કરી હતી કે, કોઈની લાગણીને ઠેસ ન પહોંચે તેવો વ્યવહાર રાખવો જોઈએ અને સૌ સાથે મળીને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવું જોઈએ. અંતમાં તેમણે શહેરના તમામ નાગરિકોને ઈદ મુબારક પાઠવી શુભેચ્છાઓ આપી હતી.