Gujarat

અમદાવાદમાં EDએ 'અનસ ગ્રુપ' સાથે સંકળાયેલા 9 સ્થળોએ પાડયા દરોડા, કરોડોના બેનામી વ્યવહારો મળ્યા

By GS TEAM
25 Feb 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ આજે મોટી કાર્યવાહી કરતા તમાકુના વેપાર સાથે સંકળાયેલા 'અનસ ગ્રુપ' પર સપાટો બોલાવ્યો છે. શહેરના નવ જેટલા સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં એમ્બર, ઉમદા અને સમા ફિલ્ટર ખૈની જેવી બ્રાન્ડ્સના ઉત્પાદકો અને તેમના ભાગીદારોને ત્યાં તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો. ફેમા (FEMA) કાયદાના ઉલ્લંઘન હેઠળ કરાયેલી આ તપાસમાં એજન્સીને મોટા પ્રમાણમાં બેનામી નાણાકીય વ્યવહારો અને વિદેશી મિલકતોના પુરાવા હાથ લાગ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં EDએ 'અનસ ગ્રુપ' સાથે સંકળાયેલા 9 સ્થળોએ પાડયા દરોડા, કરોડોના બેનામી વ્યવહારો મળ્યા

Ahmedabad News: અમદાવાદમાં ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ આજે મોટી કાર્યવાહી કરતા તમાકુના વેપાર સાથે સંકળાયેલા 'અનસ ગ્રુપ' પર સપાટો બોલાવ્યો છે.  શહેરના નવ જેટલા સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં એમ્બર, ઉમદા અને સમા ફિલ્ટર ખૈની જેવી બ્રાન્ડ્સના ઉત્પાદકો અને તેમના ભાગીદારોને ત્યાં તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો. ફેમા (FEMA) કાયદાના ઉલ્લંઘન હેઠળ કરાયેલી આ તપાસમાં એજન્સીને મોટા પ્રમાણમાં બેનામી નાણાકીય વ્યવહારો અને વિદેશી મિલકતોના પુરાવા હાથ લાગ્યા છે.

કરોડોની રોકડ અને દાગીના મળ્યા

તપાસ દરમિયાન અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા, જ્યારે સ્થળ પરથી 1.01 કરોડની રોકડ સાથે લાખોનું વિદેશી ચલણ અને કરોડોની કિંમતનું સોનું-ચાંદી જપ્ત કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં અનસ ગ્રુપના ભાગીદારો અને તેમના પરિવારના સભ્યોની દુબઈમાં પણ મોટું રોકાણ અને પ્રોપર્ટી હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરાયેલા 1.6 કિલો સોનાના બાર પર વિદેશી ચિન્હો હોવાથી આ કેસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાકીય હેરાફેરી થઈ હોવાની આશંકા વધુ પ્રબળ બની છે.

અનસ ગ્રુપે હવાલાથી નાણાં મોકલ્યા!

આ ગ્રુપ મુખ્યત્વે 'અંબર ટોબેકો', 'ઉમદા ટોબેકો' અને 'સમા ફિલ્ટર ખૈની' જેવી બ્રાન્ડ હેઠળ તમાકુના વ્યવસાય સાથે સંકળાયેલું છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ કરવામાં આવેલી આ તપાસમાં ગ્રુપના માલિકો અને તેના પરિવારના સભ્યોની દુબઈ સ્થિત વિદેશી મિલકતોના દસ્તાવેજો મળી આવ્યા છે, જે હવાલા દ્વારા નાણાં મોકલવાનો સંકેત છે.

આ પણ વાંચો: અમદાવાદ: વસ્ત્રાપુરમાં 2 યુવક પર છરા અને લાકડીથી જીવલેણ હુમલો કરનારા 5 શખસ 10 દિવસે ઝડપાયા

આ દરોડાની વિગતો આપતા ED તરફથી કહેવામાં આવ્યું છે, 'કુલ 1.01 કરોડ રૂપિયા રોકડા અને 33.34 લાખ રૂપિયાની આસપાસ વિદેશી ચલણ જપ્ત કર્યું છે. આ ઉપરાંત, 2.5 કરોડ રૂપિયાની કિંમતના 1.6 કિલો વિદેશી માર્કિંગવાળા સોનાના બિસ્કિટ અને 2 કરોડ રૂપિયાની કિંમતના 80 કિલો ચાંદીના બાર મળી આવ્યા છે'. મહત્વનું છે કે EDએ રોકડ અને કિંમતી ધાતુઓ ઉપરાંત અનેક વાંધાજનક દસ્તાવેજો અને રેકોર્ડ્સ પણ કબજે કર્યા છે, જે અનસ ગ્રુપના ભાગીદારો દ્વારા કરવામાં આવેલા વિદેશી રોકાણોના પુરાવા આપે છે.