Get The App

૪૧ કરોડના જમીન છેતરપિંડી કેસમાં પતિ પત્ની સહિત ત્રણની ધરપકડ

જમીન વેચાણના નામે કરોડો રૂપિયા પડાવ્યા હતા

અન્ય લોકો પણ ભોગ બન્યાનું સામે આવતા છેતરપિંડીનો આંક રૂપિયા ૧૫૦ કરોડને પાર કરે તેવી શક્યતા

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
૪૧ કરોડના જમીન છેતરપિંડી કેસમાં  પતિ પત્ની સહિત ત્રણની ધરપકડ 1 - image

અમદાવાદ,શુક્રવાર

સોલામાં રહેતા રોકાણકારને જમીન અપાવવાનું કહીને ૪૧ કરોડની છેતરપિંડી કરવાના કેસમાં આર્થિક ગુના નિવારણ શાખાએ આરોપી પતિ પત્ની  સહિત ત્રણની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં છેતરપિંડીનો આંક ૧૫૦ કરોડને પાર કરે તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

થલતેજમાં રહેતા મયુરભાઇ ઠક્કર અને તેમના ભાગીદારોને સૂર્ય રતન્મ બંગ્લોઝ સોલામાં રહેતા મિતેષ પટેલ, તેની પત્ની મોક્ષા પટેલ અને ભાઇ પ્રતિક પટેલે સોલામાં જમીન અપાવવાનું કહીને નાણાં લીધા બાદ ડીલ ડખ્ખામાં પડી હોવાનું કારણ આપીને થલતેજમાં અન્ય જમીન અપાવવાનું કહીને કહી ૪૧ કરોડની માતબર રકમની છેતરપિંડી કરતા આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

૪૧ કરોડના જમીન છેતરપિંડી કેસમાં  પતિ પત્ની સહિત ત્રણની ધરપકડ 2 - imageઆ કેસમાં પોલીસે શુક્રવારે ત્રણેયની ધરપકડ કરીને તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે મિતેષ પટેલ રોકાણકારોને જમીન બતાવીને તેમાં ડીલ નક્કી કરાવીને નાણાં પડાવવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવતો હતો. મોટાભાગની એન્ટ્રી તે રોકડમાં લેતો હતો.

જેથી નાણાં રોકનાર વ્યક્તિ બ્લેકના નાણાં હોય તો ફરિયાદ ન કરી શકે. તેમજ ધમકી પણ આપતો હતો. તેણે વિવિધ રોકાણકારોને સારી કિેમતે જમીન અપાવવાનું કહીને આશરે ૧૫૦ કરોડ રૂપિયાની ઠગાઇ કર્યાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.