Gujarat

મ્યુનિ.વોર્ડ ઓફિસની કામગીરી સમયે ઓઢવમાં ૧૦ વ્હીલનું મિકસચર ટેલર ૧૦ ફૂટ ખાડામાં , એક વ્યકિત દટાયો

By GS TEAM
2 Dec 20252 mins read
મ્યુનિ.વોર્ડ ઓફિસની કામગીરી સમયે  ઓઢવમાં ૧૦ વ્હીલનું મિકસચર ટેલર  ૧૦ ફૂટ ખાડામાં , એક વ્યકિત દટાયો

અમદાવાદ,સોમવાર,1 ડિસેમ્બર,2025

ઓઢવ વોર્ડમાં આવેલી સોનીની ચાલી બ્રિજ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ ઓફિસ બનાવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી ચાલી રહી હતી તે જ સમયે સોમવારે ૧૦ વ્હીલનુ મિકસચર ટેલર બેઝમેન્ટ માટે બનાયેલાદસ ફૂટ થી વધુ ઉંડા  ખાડામા ગરકાવ થતા ફાયર વિભાગના જવાનોએ મહામહેનતે ટેન્કર નીચે દટાયેલ વ્યકિતને બહાર કાઢી ૧૦૮ મારફત સારવાર માટે શારદાબેન હોસ્પિટલ મોકલી અપાયો હતો.વોર્ડ ઓફિસ બનાવાની કામગીરી કોન્ટ્રાકટર આશિષ કન્સ્ટ્રકશનને કોર્પોરેશને આપેલી છે.

કોર્પોરેશનના અલગ અલગ વિભાગ ઉપર સામાન્ય ચૂંટણી પહેલા જે તે વોર્ડમાં ચાલી રહેલા વિકાસકામો ઝડપથી પુરા કરવાનુ દબાણ હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.સોમવારે સાંજે સવા ચાર કલાકના સુમારે ઓઢવ સોનીની ચાલી પાસે બ્રિજ ઉતરતા કોર્પોરેશનની વોર્ડ ઓફિસ બનાવવાની કામગીરી સમયે એક મોટુ ટેલર ખાડામા ખાબકયુ હોવાનો મેસેજ ફાયર કંટ્રોલને અપાયો હતો.બચાવ કોલ મળતાની સાથે ફાયર વિભાગ તરફથી ડીવીઝનલ ફાયર ઓફિસર સહીત અન્ય સ્ટાફ સાથે ઓઢવ,ગોમતીપુર અને નિકોલ સ્ટેશનથી ટેન્ડર મોકલાયા હતા. કોર્પોરેશનની વોર્ડ ઓફિસ બનાવવાની કામગીરી ચાલી રહી હતી એ સમયે બેઝમેન્ટમાં અંદાજે દસથી પંદર ફૂટ જેટલો ઉંડો ખાડો કરી ફાઉન્ડેશન કોંક્રીટની કામગીરી ચાલી રહી હતી. ફાયરના જવાનોએ એક કલાકથી વધુ સમયની જહેમતના અંતે ટેન્કર નીચે દટાયેલા મનીષ રામુભાઈ નિનામા નામના યુવાનને બહાર કાઢવામા સફળતા મેળવી હતી.

ઘાટલોડીયામાં શોટ સરકીટ થતા સોલાર પેનલમાં આગ

ઘાટલોડીયા વિસ્તારમા આવેલા ઉગતી એપાર્ટમેન્ટના બી બ્લોકમાં સાતમા માળ ઉપર શોટ સરકીટ થતા સોલાર પેનલમા આગ લાગી હતી. નવરંગપુરા ફાયર સ્ટેશનથી મીની ગજરાજ સાથે સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.જો કે એ અગાઉ રહીશોએ આગ હોલવી નાંખી હતી.