Get The App

જાહેર રજાના દિવસોમાં નગરજનોએ 31 લાખનો બાકી વેરો જમા કરાવ્યો

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
જાહેર રજાના દિવસોમાં નગરજનોએ 31 લાખનો બાકી વેરો જમા કરાવ્યો 1 - image

- કરમસદ-આણંદ મહાનગરપાલિકાની કચેરીઓમાં

- મનપા વિસ્તારની તમામ કચેરીઓ જાહેર રજા તા. 26, 28, 29 અને 31 માર્ચના રોજ ખુલ્લી રહેશે

આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલા મિલકત ધારકો બાકી વેરો ભરી શકે તે માટે માર્ચ મહિના દરમિયાન જાહેર રજાના દિવસે પણ મનપા વિસ્તારની તમામ કચેરીઓ ખાતે વેરા શાખા ખુલ્લી રાખવામાં આવી હતી. જેમાં તારીખ ૧૯, ૨૧ અને ૨૨ માર્ચે જાહેર રજાના દિવસોએ નગરજનોએ રૂપિયા ૩૧ લાખ ઉપરાંતનો બાકી વેરો જમા કરાવ્યો હતો.

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા આણંદ અને બાકરોલ તેમજ વિદ્યાનગર, કરમસદ, મોગરી, લાંભવેલ, ગામડી અને જીટોડીયા ખાતે આવેલી મનપાની કચેરીઓ ખાતે નગરજનો દ્વારા અગાઉના વર્ષનો બાકી વેરો અને ચાલુ વર્ષનો બાકી વેરો જમા કરાવવામાં આવ્યો છે, જેમાં તારીખ ૧૯મી માર્ચ ગુરૂવારે જાહેર રજાના દિવસે રૂપિયા ૧૮.૯૧ લાખ, તા. ૨૧મી માર્ચ શનિવારે જાહેર રજાના દિવસ ખાતે  રૂ. ૮,૭૮,૪૧૪ અને તારીખ ૨૨મી માર્ચ રવિવારે જાહેર રજાના દિવસે રૂ. ૪,૧૪,૭૧૩ મળીને છેલ્લી ત્રણ જાહેર રજાના દિવસો દરમિયાન કુલ રૂપિયા ૩૧,૮૪,૧૨૭ નો બાકી મિલકત વેરો નગરજનો દ્વારા જમા કરાવવામાં આવ્યો છે.

કરમસદ-આણંદ મનપા દ્વારા મનપા વિસ્તારમાં રહેતા નગરજનોને બાકી મિલકત વેરો તારીખ ૩૧ માર્ચ ૨૦૨૬ પહેલા જમા કરાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે, અને મહાનગરપાલિકાની તમામ કચેરીઓ ૩૧ માર્ચ સુધીમાં આવતી જાહેર રજાઓ તારીખ ૨૬ માર્ચ, તારીખ ૨૮ અને ૨૯ માર્ચ અને તારીખ ૩૧ માર્ચના રોજ ખુલ્લી આવશે.