Gujarat
આર્થિક સંકડામણના કારણે પ્રૌઢનો ઝેરી દવા પીને આપઘાત
By GS TEAM
10 Jun 20261 min read

વડોદરા,ફતેપુરા વિસ્તારમાં રહેતા પ્રૌઢે ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, જીવ બચી શક્યો નહતો.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ફતેપુરા કાલુપુરા બ્રાહ્મણ ફળિયામાં રહેતા હિતેશભાઇ રશ્મીકાંતભાઇ પરીખે (ઉં.વ.૫૨) ગઇકાલે સાંજે ઘરે કોઇ અજાણી દવા પી લેતા તેઓની તબિયત લથડી હતી. દરમિયાન તેઓની દીકરી ઘરે આવતા તેણે પિતાની હાલત જોઇ તાત્કાલિક સારવાર માટે કારેલીબાગની ખાનગી હોસ્પિટલમા લઇ ગઇ હતી. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. સિટિ પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે, આર્થિક સંકડામણના કારણે તેઓ કંટાળી ગયા હતા. તે કારણોસર જ તેમણે આપઘાત કર્યો હોવાની શક્યતા છે.








