દારૃ પીધેલા કાર ચાલકે ટેમ્પોને અડફેટે લીધો ઃ પરિવારના પાંચ સભ્યો ઘાયલ

ગાંધીનગરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની વધતી જતી ઘટના
સે-૨૪નો પરિવાર સિવિલમાં ટિફિન આપવા જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માત ઃ પોલીસની તપાસ
પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા થોડા સમયથી અકસ્માતોના
બનાવો ગંભીર રીતે વધી રહ્યા છે અને તેમાં પણ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની ઘટનાઓમાં
ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં ગઈકાલે ગાંધીનગર શહેરના સેક્ટર
૨૪માં રહેતો પરિવાર ટેમ્પોમાં બેસીને પરિવારને ટિફિન આપવા જઈ રહ્યો હતો તે સમયે
દારૃ પીધેલા કાર ચાલકે અકસ્માત સર્જી દીધો હતો. જે ઘટના સંદર્ભે પોલીસે
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ઇન્દિરાનગર ખાતે રહેતા મફાજી ચેલાજી ભીલ તેમના
પરિવારના બે ભત્રીજા વહુ રોશનીબેન શંકરભાઈ ગોહિલ અને રમીલાબેન મોહનભાઈ ગોહિલ તેમજ
કુટુંબીબેન શાંતાબેન સોમાભાઈ અને ભાઈ સોમાજી વેલાજી ભીલ સાથે ગાંધીનગર સિવિલ
હોસ્પિટલમાં દાખલ તેમના જમાઈને ટિફિન આપવા માટે જઈ રહ્યા હતા. આ પાંચે સભ્યો
ટેમ્પોમાં સવાર હતા તે દરમિયાન તેમનો ટેમ્પો ગ માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે
સેક્ટર ૧૬ના કટ પાસે પાછળથી પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે તેમના ટેમ્પોને જોરદાર
ટક્કર મારી હતી અને જેના પગલે ટેમ્પો પલટી જતા પરિવારના સભ્યો રોડ ઉપર પટકાયા હતા
અને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને
તપાસ કરતા કાર ચાલક પુષ્કળ દારૃ પીધેલી હાલતમાં હતો, તો ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવીને ઘાયલોને સારવાર માટે
ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ આ સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરીને દારૃ પીધેલા શખ્સ
સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.









