Gujarat

લખતરના કડુ નજીક ડમ્પર પાછળ બાઈક ઘૂસી જતા ચાલકને ઇજા

By GS TEAM
18 Mar 20261 min read
લખતરના કડુ નજીક ડમ્પર પાછળ બાઈક ઘૂસી જતા ચાલકને ઇજા

બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

લખતરલખતરના કડુ નજીક ડમ્પર પાછળ બાઇક ઘૂસી જતા ચાલકને ઇજા પહોંચી છે. બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

લખતર-વિરમગામ હાઇવે પર કડુ ગામ પાસે બાઈક ચાલક પોતાનું બાઇક લઈને વિરમગામથી સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યો હતો. ત્યારે કડુ ગામ પાસે પહોંચતા આગળ જઈ રહેલા ડમ્પરના ચાલકે અચાનક બ્રેક મારતાં બાઇક ડમ્પરના પાછળના ભાગમાં જઇ ધડાકાભેર અથડાતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતની ઘટનાને પગલે ગ્રામજનો અકસ્માત સ્થળે એકઠા થઈ ગયા હતા અને ૧૦૮ ઇમર્જન્સી ટીમને જાણ કરતા તાત્કાલિક લખતર ૧૦૮ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને પગલે રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો હતો.