Gujarat

નશાની હાલતમાં બાઈક આગળ જતા વાહન પાછળ અથડાવતા ચાલકનું મોત

By GS TEAM
4 Feb 20261 min read
નશાની હાલતમાં બાઈક આગળ જતા વાહન પાછળ અથડાવતા ચાલકનું મોત

- તારાપુર-વાસદ હાઇવે પરના માણેજ નજીક અકસ્માત

- ચાલકને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી : પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી 

આણંદ : તારાપુર-વાસદ હાઇવે પર આવેલા પેટલાદ તાલુકાના માણેજ ગામ નજીક નશાની હાલતમાં પુરપાટ ઝડપે બાઈક હંકારીને જઈ રહેલો એક શખ્સ આગળ જઈ રહેલ વાહનની પાછળ ધડાકા ભેર ઘૂસી જતા સર્જાયેલ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. 

પેટલાદ તાલુકાના ધર્મજ ગામના ઝંડા ચોક ખાતે રહેતો બીપીનભાઈ ઠાકોરભાઈ પટેલ ગત રવિવારના રોજ રાત્રિના સુમારે પોતાનું બાઈક લઈને નશો કરેલી હાલતમાં પેટલાદ તાલુકાના માણેજ ગામ નજીક આવેલી ગિરનાર હોટલ સામેના રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. નશાની હાલતમાં તેણે પોતાનું બાઈક પૂર ઝડપે હંકારતા આગળ જઈ રહેલા કોઈ વાહનના પાછળના ભાગે અથડાવતા બીપીન પટેલ રોડ ઉપર પટકાયો હતો. આ અકસ્માતમાં તેને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી