Gujarat

મધ્ય પ્રદેશની ૨૦ વર્ષની યુવતીને આંખની પાછળ ટયૂૂમર થતાં ડોળો બહાર નીકળી ગયો

By GS Team
4 Jul 20201 min read
This article was originally published on 4 Jul 2020
TukuTouch Logo
મધ્યપ્રદેશની ૨૦ વર્ષની યુવતીને ટયૂમરના કારણે આંખનો ડોળો બહાર આવી ગયો હતો. સયાજી હોસ્પિટલના ઈ.એન્ડ.ટી. વિભાગના ડોક્ટરની ટીમે આંખના સર્જનની મદદ લઈ યુવતીનું ઓપરેશન કરી આંખ બચાવી લીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મધ્ય પ્રદેશની ૨૦ વર્ષની યુવતીને  આંખની પાછળ ટયૂૂમર થતાં ડોળો બહાર નીકળી ગયો

 વડોદરા,તા,4,જુલાઇ,2020,શનિવાર

મધ્યપ્રદેશની ૨૦ વર્ષની યુવતીને ટયૂમરના કારણે આંખનો ડોળો બહાર  આવી ગયો હતો. સયાજી હોસ્પિટલના ઈ.એન્ડ.ટી. વિભાગના ડોક્ટરની ટીમે આંખના સર્જનની મદદ લઈ યુવતીનું ઓપરેશન કરી આંખ બચાવી  લીધી છે.

મધ્યપ્રદેશના અલીરાજપુરની ૨૦ વર્ષથી યુવતીનો  આંખનો ડોળો બહાર આવી જતાં ટ્રીટમેન્ટ માટે મધ્યપ્રદેશથી વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવી   હતી. આંખની પાછળ ટયુમર હોવાથી યુવતીને જોવામાં પણ તકલીફ પડતી હતી.

ગઈકાલે આ યુવતીની સર્જરી કરવામાં આવી હતી. અંદાજે ચાર  સાડા ચાર કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં ડોક્ટરની ટીમે સૌ પ્રથમ નાકના સાયનસ દૂર કર્યા હતા. અને ત્યારબાદ યુવતીનો ચહેરો બગડે નહી તેની તકેદારી રાખી આંખની પાછળ રહેલી ટયૂમર બહાર કાઢી હતી જે ૭૦ ગ્રામ વજનની છે. આવી ગાંઠ નોર્મલ કહેવાય છે અને કેન્સરની નથી તેમ ડોક્ટરનું કહેવું છે.