Gujarat

વડોદરા શહેર- જિલ્લાના ૬ લાખ ઉપરાંત વિદ્યાર્થીઓનું દિવાળી વેકેશન સમાપ્ત

By GS TEAM
5 Nov 20251 min read
વડોદરા શહેર- જિલ્લાના ૬ લાખ ઉપરાંત વિદ્યાર્થીઓનું દિવાળી વેકેશન સમાપ્ત

વડોદરાઃ વડોદરા શહેર જિલ્લાના ૬ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓના ૨૧ દિવસના દિવાળી વેકેશનનો આજે અંત આવ્યો છે.તા.૬ નવેમ્બર, ગુરુવારથી શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓ રાબેતા મુજબ ધમધમી ઉઠશે.દિવાળી વેકેશન પૂરુ થતા જ શહેરમાં ફરી એક વખત સ્કૂલ વર્ધીના વાહનોની અવર જવર પણ શરુ થઈ જશે.

સ્કૂલો અને કોલેજો અને યુનિવર્સિટીઓમાં  હવે પછી ફેબુ્રઆરી મહિના સુધી પરીક્ષાઓની સીઝન રહેશે.એમ.એસ.યુનિવર્સિટીમાં ૧૩ નવેમ્બરથી કોમર્સ ફેકલ્ટીની પરીક્ષાઓ શરુ થઈ રહી છે.ડિસેમ્બર સુધીમાં અન્ય ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓ પણ એન્ડ સેેમેસ્ટર પરીક્ષાઓ આપશે.

સ્કૂલોના વિદ્યાર્થીઓ જાન્યુઆરીમાં બીજી કસોટી આપશે.જ્યારે ધો.૧૦ અને ૧૨ના બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓની પ્રીલિમ પરીક્ષા યોજાશે.ફેબુ્રઆરી મહિનામાં ગુજરાત બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓ  બોર્ડ પરીક્ષા આપશે.એક મહિનાના વિરામ બાદ સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઓમાં ઉનાળું પરીક્ષાઓનો પ્રારંભ થશે.એ પછી વિદ્યાર્થીઓને દોઢ મહિનાનું ઉનાળું વેકેશન મળશે.