Gujarat

જોડીયાના મફતીયાપરા વિસ્તારમાં પાણીના નિકાલના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર : કાકા-ભત્રીજા પર ત્રણ પાડોશીઓનો હુમલો

By GS TEAM
16 Feb 20261 min read
TukuTouch Logo
જામનગરના જોડિયામાં કાકા ભત્રીજા પર પાણીના નિકાલના પ્રશ્નો ઝઘડો થતાં 3 લોકોનો હુમલો

Summarized by AI; it may make mistakes. Check important info

જોડીયાના મફતીયાપરા વિસ્તારમાં પાણીના નિકાલના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર : કાકા-ભત્રીજા પર ત્રણ પાડોશીઓનો હુમલો

Jamnagar Crime : જામનગર જિલ્લાના જોડીયામાં મફતિયાપરા વિસ્તારમાં રહેતા અને માછીમારીનો વ્યવસાય કરતા ગુલામ હુસેન રફીકભાઈ નામના 25 વર્ષના વાઘેર યુવાને પોતાના ઉપર તેમજ પોતાના કાકા મન્સુરભાઈ ઉપર લોખંડના પાઇપ ધોકા અને લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા યુનુસ ઇસાકભાઈ, એઝાઝ બોદુભાઈ અને રમજાન બોદુભાઈ સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે ઈજાગ્રસ્ત કાકા-ભત્રીજાને સારવાર અપાઇ છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાનના કાકા મન્સુરભાઈ સાથે પાડોશમાં રહેતા ત્રણેય આરોપીઓ પાણીના નિકાલના પ્રશ્નો ઝઘડો કરી રહ્યા હતા. જેને સમજાવવા જતા ત્રણેય આરોપીઓ ઉસકેરાઈ ગયા હતા, અને કાકા ભત્રીજા પર હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.