Gujarat

જામનગરમાં તિરુપતિ પાર્કમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર : એક પાડોશીએ બીજા પાડોશીના માથા પર પિસ્તોલ વડે હુમલો કર્યો

By GS TEAM
8 Apr 20261 min read
TukuTouch Logo
જામનગર શહેરના તિરુપતિ પાર્ક વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચેના વિવાદમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે, અને એક પાડોશીએ બીજા પાડોશીના માથામાં પિસ્તોલ વડે હુમલો કરી મૂઢ ઇજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં તિરુપતિ પાર્કમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર : એક પાડોશીએ બીજા પાડોશીના માથા પર પિસ્તોલ વડે હુમલો કર્યો

Jamnagar Crime : જામનગર શહેરના તિરુપતિ પાર્ક વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચેના વિવાદમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે, અને એક પાડોશીએ બીજા પાડોશીના માથામાં પિસ્તોલ વડે હુમલો કરી મૂઢ ઇજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

જામનગરના સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રિઝવાનખાન પઠાણની ફરિયાદના આધારે હુમલાખોર કુલદીપસિંહ જાડેજા સામે ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ ફરીયાદીના ઘરે મિત્રોએ જમવા માટે આવતાં આરોપીએ વાંધો ઉઠાવી ગાળો આપી, બાદમાં પિસ્તોલ તથા લાકડી વડે હુમલો કરી માથા અને કપાળમાં ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે પોલીસે બી.એન.એસ. કલમ 115(2), 296 તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.