મા -બાપ વચ્ચેનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો: વડોદરાની નામાંકિત સ્કૂલે બે છોકરીઓના નામ બદલી નાખ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મૂળ દિલ્હીના અને હાલ વડોદરામાં રહેતા યુવાને કોર્ટમાં કરેલી ફરિયાદ અંગે કોર્ટે કરેલા હુકમ મુજબ પોલીસે ગુનો દાખલ કર્યો છે. જેમાં પત્નીના ચારિત્ર્ય અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમજ પોતાની બે દીકરીઓના નામ સ્કૂલ સંચાલકની મદદથી બદલી નાખ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
યુવાને નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે, મારા લગ્ન 15 વર્ષ પહેલા વડોદરામાં રહેતી યુવતી સાથે થયા હતા. ઔઅમારે સંતાનમાં બે દીકરીઓ છે. છેલ્લા 7 વર્ષથી મારી પત્ની ભાજપના એક રાજકીય અગ્રણી સાથે રહેવા માટે જતી રહી હતી.મારી બંને દીકરીઓના જન્મના દાખલા તથા પાસપોર્ટમાં પિતા તરીકે મારા નામ છે. મારી પત્નીએ એક રાજકીય આગેવાન સાથે અનૈતિક આત્મીય સંબંધના લીધે મોટું કૌભાંડ કર્યું હતું. કારણકે, મારી પત્ની તે સંસ્થામાં એચ.આર. ડિપાર્ટમેન્ટમાં હતી. આ કૌભાંડની જાણ 7 વર્ષ પહેલા મેં રાજ્ય સરકારને કરી હતી. જેની કાર્યવાહી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે અને તે રાજકીય અગ્રણીને પોલીસે જેલમાં પૂરી દીધો હતો. મારી પત્નીએ રાજકીય અગ્રણી માટે યુવાન છોકરીઓની ભરતી માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં કરી હતી.જ્યારે તે સંસ્થાનું માર્કેટિંગ અન્ય સંસ્થા દ્વારા થાય છે.
ત્યારબાદ મને જાણ કર્યા વગર મારી પત્નીએ મારી બંને દીકરીઓની એલ.સી. સ્કૂલમાંથી કઢાવી લઇ વડોદરાની એક સ્કૂલમાં એડમિશન લીધા હતા. અગાઉની સ્કૂલમાંથી લીધેલી એલ.સી.માં લખેલા નામ નવી સ્કૂલમાં એડમિશન લેતા સમયે બદલી નાખ્યા હતા.જેમાં મારી બંને પુત્રીઓની અટક બદલી નાખી હતી. તેમજ પિતા તરીકે મારુ નામ લખ્યું નહતું. કોઇપણ કોર્ટના હુકમ કે ગુજરાતના ગેઝેટમાં અરજી કર્યા વગર ખોટી રીતે નામ બદલી નાખ્યા છે. આ અંગે સ્કૂલવાળાને રજૂઆત કરવા છતાંય કોઇ સુધારો થયો નથી. મારી પત્ની ભવિષ્યમાં ગેરકાનૂની કામ કરવા માટે તથા કેટલાક ગુનાઓમાં સંડોવાયેલ હોવાથી દેશ છોડીને ભાગવા માટે વિવિધ ઓળખ ઊભી કરે છે.જેથી પોલીસ તેને એરપોર્ટ પર પકડી ના શકે. મારી પત્ની હાલ સુરતમાં એક કંપનીમાં એચ.આર. વિભાગમાં નોકરી કરે છે. મારી પત્ની જ્યારે સ્થાનિક અદાલતથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી આવે ત્યારે સાચા નામ લખે છે. નહીંતર અટક બદલી નાખતી હોય છે.








