Gujarat

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં જ હેલ્મેટનું ભૂત ફરી ધૂણ્યું : વડોદરામાં સરકારી કર્મચારીઓ અને પોલીસ વચ્ચે વિવાદ

By GS TEAM
1 May 20262 mins read
TukuTouch Logo
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ ફરી એકવાર હેલ્મેટના નિયમ સરકારી કર્મચારીઓ માટે એક મહિના સુધી ઝુંબેશ ચલાવવાની અચાનક શરૂઆત કરતા પોલીસ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો. જેની સામે ટ્રાફિક વિભાગના એસીપીએ એક મહિલા કર્મચારી સામે ગુનો દાખલ કરવા સુધીની ચીમકી આપતો વિડિયો વાયરલ થતા કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં જ હેલ્મેટનું ભૂત ફરી ધૂણ્યું : વડોદરામાં સરકારી કર્મચારીઓ અને પોલીસ વચ્ચે વિવાદ

Vadodara Helmet Drive : સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ ફરી એકવાર હેલ્મેટના નિયમ સરકારી કર્મચારીઓ માટે એક મહિના સુધી ઝુંબેશ ચલાવવાની અચાનક શરૂઆત કરતા પોલીસ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો. જેની સામે ટ્રાફિક વિભાગના એસીપીએ એક મહિલા કર્મચારી સામે ગુનો દાખલ કરવા સુધીની ચીમકી આપતો વિડિયો વાયરલ થતા કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ગુજરાત સ્થાપના દિવસે પ્રજાની સુરક્ષા પોલીસની પ્રથમ પ્રાથમિકતાને ધ્યાનમાં રાખી ગુજરાતમાં હેલ્મેટ નિયમ પાલન માટે આજથી ડ્રાઇવ શરૂ તા.31 મે સુધી કડક અમલવારી કરવામાં આવશે. બાઇક ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત રહેશે. સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસે જાહેર જનતામાં જતા પેહલા પોલીસે સરકારી કચેરીમાં કડક અમલવારી શરૂ કરી છે. હેલ્મેટની સાથોસાથ સીટ બેલ્ટ અને ટ્રાફિક નિયમન અંગે હાથ કાર્યવાહી થશે.

આજે ટ્રાફિક પોલીસે સરકારી કચેરી પાસે બહાર ઊભા રહી હેલ્મેટ વિના આવતા કર્મચારીઓને સામે કાર્યવાહી કરી દંડની વસુલાત કરતા વિવાદ સર્જાયો છે. અગાઉ કેટલાક સમયથી સરકારી કર્મચારીઓ માટેના હેલ્મેટના નિયમમાં ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી અને આજે અચાનક કાર્યવાહી કરવામાં આવતા સરકારી કર્મચારી અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા.

એક મહિલા કર્મચારીને પોલીસે ઉભી રાખી તેનો ફોટો પાડી તેની પાસેથી દંડની વસુલાત કર્યા પછી તેનું લાઇસન્સ અને ટુ-વ્હીલર જપ્ત કરી લેતા મહિલા કર્મચારીએ ટ્રાફિક પોલીસના એસીપી સમક્ષ ઉપગ્રહ રજૂઆતો કરી હતી. પરંતુ ગુનો દાખલ કરવા સુધીની ચીમકી આપવામાં આવતા વિવાદ સર્જાયો હતો. અચાનક જ ફરીથી આજથી હેલ્મેટના નિયમની ઝુંબેશ શરૂ કરવામાં આવતા કર્મચારીઓમાં પણ કચવાટ જોવા મળ્યો હતો.