દીર્ઘાયુ વ્યાસ કાંડમાં સિનિયર સ્ટાફની સંડોવણીનો પોલીસે ઢાંકપિછોડો કર્યો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના જાણીતા મીડિયા હાઉસની વેબપોર્ટલના પત્રકાર દીર્ઘાયુ વ્યાસના 10 લાખના તોડકાંડ બાદ તેના એક પછી એક કાંડ સામે આવી રહ્યા છે. જેથી આગામી દિવસોમાં તેની મુશ્કેલી વધવાની શક્યતા છે. તો બીજી તરફ અરજીની પ્રાથમિક તપાસમાં પોલીસ સમક્ષ દીર્ઘાયુ વ્યાસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે જ્યારે 10 લાખના તોડમાં તેની વેબસાઇટના બે સિનિયરોને ચોક્કસ હિસ્સો આપીેને સાચવ્યા હતા. પરંતુ, ગાંધીનગરથી દબાણ કરવામાં આવતા સમગ્ર તોડકાંડમાં દીર્ઘાયુને મુખ્ય આરોપી બનાવીને અન્ય લોકોની ભૂમિકાનો ઢાંકપિછોડો કર્યાની ચર્ચા છે.

ક્રાઇમબ્રાંચમાં અરજીનો નિકાલ કરાવી આપવાનું કહીને દીર્ઘાયુ વ્યાસ દ્વારા 10 લાખ રૂપિયા પડાવી લેવાના મામલે વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલી તપાસ દરમિયાન એક પછી એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. ત્યારે નિકોલ પોલીસ સ્ટેશનની ફરિયાદ બાદ અન્ય ત્રણ ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.સુત્રોના જણાવ્યા મુજબ 10 લાખનો તોડની અરજી થઇ ત્યારે ક્રાઇમબ્રાંચના એક સિનિયર અધિકારીએ દીર્ઘાયુ વ્યાસને બોલાવીને પ્રાથમિક તપાસ કરી ત્યારે શરૂઆતમાં તેણે સંતોષકારક જવાબ નહોતો આપ્યો. પરંતુ, ભવિષ્યમાં તેની મુશ્કેલી વધે તેવી જાણ કરવામાં આવતા તેણે સિનિયર અધિકારીને કેટલીક ચોંકાવનારી માહિતી આપી હતી કે તેણે 10 લાખ રૂપિયા પૈકીનો વ્યવહાર તેના મીડિયા હાઉસના ઓર્ગેનાઇઝેશનને બે સિનિયર સાથે પણ કર્યો હતો. એટલું જ નહી સિનિયરોને તે અન્ય વ્યવહારમાં સાચવતો હતો. પોલીસને તેણે વોટ્સએપ ચેટના પુરાવા પણ આપ્યા હતા.
આ અરજીમાં ગુનો નોંધાઇ તો દીર્ઘાયુ વ્યાસ સહિત વેબસાઇટના બે સિનિયરને પણ આરોપી બનાવવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. જેથી પોલીસ માટે મુંઝવણ ઉભી થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગાંધીનગર ગૃહવિભાગનો સંપર્ક કરીને સમગ્ર મામલે જાણ કરી હતી. ત્યારબાદ વેબસાઇટના મુખ્ય સિનિયર વ્યક્તિને બોલાવીને બંનેને આ કેસમાં બહાર કાઢીને દીર્ઘાયુ વ્યાસને મુખ્ય આરોપી બનાવવાનું નક્કી કરાયું હતું અને અંતે ગુનો નોંધવામાં આવ્યો હતો. આમ, વેબસાઇટના મુખ્ય સીનિયરને બચાવવા માટે ગાંધીનગરથી મોટો ખેલ થતા પોલીસે સિતફપૂર્વક બંનેને નામને હટાવીને જાદુ કર્યો હતો.









