Gujarat

નર્મદ યુનિ.એ કટઓફ લિસ્ટ નહી મુકતા પસંદગીની કૉલેજમાં પ્રવેશ લેવામાં મુશ્કેલી

By GS Team
22 Jul 20201 min read
This article was originally published on 22 Jul 2020
નર્મદ યુનિ.એ કટઓફ લિસ્ટ નહી મુકતા પસંદગીની કૉલેજમાં પ્રવેશ લેવામાં મુશ્કેલી

સુરત,તા.22 જુલાઇ, 2020,  બુધવાર

વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કોલેજોના કટ ઓફ યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર નહીં કરાતા હોવાથી વિદ્યાર્થીઓએ કઇ કોલેજ પસંદ કરવી અને કઇ નહીં કરવી તે મુશ્કેલી અનુભવી રહ્યા હોવાથી કટ ઓફ જાહેર કરવાની માંગ કરાઇ છે.

નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રવેશ પ્રકિયા ચાલી રહી છે. આ પ્રવેશ પ્રકિયામાં ફરજિયાત પાંચ કોલેજો પસંદ કરવાની હોય છે. વિદ્યાર્થીઓ માટે આ પાંચ કોલેજ પસંદ કરવી મુશ્કેલ બની રહી છે. કેમકે યુનિવર્સિટી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કઇ કોલેજમાં કેટલા ટકાએ કઇ કેટેગરીમાં કેટલા ટકાએ પ્રવેશ અટકયો હતો. તેનું કટ ઓફ લિસ્ટ છેલ્લા ત્રણ વર્ષથી યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકાયુ નથી.

જેના કારણે વિદ્યાર્થીઓ કેટલીક કોલેજ પસંદ કરી રહ્યા છે. તો કેટલીક કોલેજો પસંદ કરતા નથી. વિદ્યાર્થીઓની આ મુઝવણ દૂર કરવા માટે યુનિવર્સિટી દ્વારા વેબસાઇટ પર કટ ઓફ લિસ્ટ મુકવા માંગ કરાઇ છે. સેનેટ સભ્ય કનુ ભરવાડે આક્ષેપો કર્યા હતા કે ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં જે તે કોલેજમાં જે તે અભ્યાસક્રમના કટ ઓફ જાહેર કરાઇ છે. તો આપણી યુનિવર્સિટીએ પણ જાહેર કરવા જોઇએ. તો વિદ્યાર્થીઓને ફાયદો થશે.