Gujarat

વિકાસ માટે અલગ અલગ માપદંડ , અમદાવાદ પશ્ચિમને ૬૦૨, પૂર્વ માટે માત્ર ૫૧૦ કરોડની ફાળવણી કરાઈ

By GS TEAM
21 Feb 20261 min read
વિકાસ માટે અલગ અલગ માપદંડ , અમદાવાદ પશ્ચિમને ૬૦૨, પૂર્વ માટે માત્ર ૫૧૦ કરોડની ફાળવણી કરાઈ

 અમદાવાદ,શુક્રવાર,20 ફેબ્રુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધીશોના વિકાસ માટેના અલગ અલગ માપદંડ હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદ પશ્ચિમના ત્રણ ઝોનમાં વર્ષ-૨૦૨૬-૨૭માં વિકાસકામો માટે રુપિયા ૬૦૨ કરોડ જયારે અમદાવાદ પૂર્વના ચાર ઝોન માટે માત્ર રુપિયા ૫૧૦.૫૪ કરોડની ફાળવણી કરાઈ છે. ઝોન દીઠ બજેટ ફાળવણીમાં પૂર્વ અમદાવાદના વિસ્તારોને અન્યાય કરાયો છે.

કોર્પોરેશનના બજેટમાં સાત ઝોનમાં આઈકોનિક કામો માટે રુપિયા ૧૧૧૨.૬૫ કરોડની રકમ ફાળવવામા આવી છે.પશ્ચિમ વિસ્તારમાં આવેલા ત્રણ ઝોનમાં ૧૮ વોર્ડ આવેલા છે.જેમાં વિકાસકામ માટે રુપિયા ૬૦૨.૧૧ કરોડની ફાળવણી કરાઈ છે. પૂર્વ અમદાવાદના ચાર ઝોનમાં ૩૦ વોર્ડ આવેલા છે.જેમાં વિકાસકામો કરવા રુપિયા ૫૧૦.૫૪ કરોડની ફાળવણી કરાઈ છે.ઝોનદીઠ બજેટ ફાળવણીમાં પૂર્વ અમદાવાદના વિસ્તારોને રુપિયા ૯૧.૫૭ કરોડ  ઓછા ફાળવવામા  આવ્યા છે.પૂર્વ અમદાવાદમા ૬૫થી ૭૦ ટકા શહેરની વસ્તી રહે છે.