Gujarat

'મોટી મોટી વાતો રહેવા દો...': MLA પ્રકાશ વરમોરા સોશિયલ મીડિયા પર ફરી ટ્રોલ, લાઇવ આવતાં જ લોકોએ ઉધડો લીધો

By GS TEAM
20 Nov 20252 mins read
TukuTouch Logo
ધ્રાંગધ્રા-હળવદ વિસ્તારના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાને સોશિયલ મીડિયા પર લાઈવ થવું ભારે પડ્યું છે. સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમની જાહેરાત કરવા માટે તેમણે જ્યારે વીડિયો લાઈવ કર્યો, ત્યારે કોમેન્ટ બોક્સમાં પોતાના મતવિસ્તારના લોકોએ રોડ-રસ્તા સહિતના સ્થાનિક પ્રશ્નો મુદ્દે તેમને ઉધડો લીધો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

'મોટી મોટી વાતો રહેવા દો...': MLA પ્રકાશ વરમોરા સોશિયલ મીડિયા પર ફરી ટ્રોલ, લાઇવ આવતાં જ લોકોએ ઉધડો લીધો

Dhrangadhra-Halvad MLA Trolled: ધ્રાંગધ્રા-હળવદ વિસ્તારના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાને સોશિયલ મીડિયા પર લાઇવ થવું ભારે પડ્યું છે. સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમની જાહેરાત કરવા માટે તેમણે જ્યારે વીડિયો લાઇવ કર્યો, ત્યારે કોમેન્ટ બોક્સમાં પોતાના મતવિસ્તારના લોકોએ રોડ-રસ્તા સહિતના સ્થાનિક પ્રશ્નો મુદ્દે તેમને ઉધડો લીધો હતો.

રાજકીય જાહેરાતને બદલે પ્રશ્નો પર ધ્યાન આપવા માંગ

મળતી માહિતી અનુસાર, સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ધારાસભ્ય પ્રકાશ વરમોરા સોશિયલ મીડિયા પર રાજકીય કાર્યક્રમની જાહેરાત કરવા આવ્યા હતા, પરંતુ મતદારોએ રાજકીય જાહેરાતને બદલે પોતાના વિસ્તારના મૂળભૂત પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કોમેન્ટ્સનો મારો ચલાવ્યો હતો.

લોકોએ કોમેન્ટમાં લખ્યું હતું કે, 'કોઢથી નારીચાણા રોડ બનાવો,' 'મેરૂપર ગામનો રોડ બનાવો' અને 'પહેલા સહાયનું કરો, પછી પદયાત્રા કરો.' 'મોટી મોટી વાતો રહેવા દો.' લોકોએ ખુલ્લેઆમ સોશિયલ મીડિયાના માધ્યમથી ધારાસભ્યને વિસ્તારના મૂળભૂત પ્રશ્નો પર ધ્યાન આપવા માટે દબાણ કર્યું હતું.

આ પણ વાંચો: મૃતકના 'આત્મા'ને લેવા પરિવાર તાંત્રિક સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો, વિધિનો વીડિયો વાયરલ

ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાના આ લાઇવ વીડિયોએ દર્શાવ્યું છે કે મતદારો હવે રાજકીય કાર્યક્રમો કરતાં પોતાના વિસ્તારના વિકાસ અને સમસ્યાઓના નિરાકરણને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને સીધો જનપ્રતિનિધિ પર દબાણ લાવી રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે, આગાઉ પણ ધારાસભ્ય પ્રકાશ વરમોરા સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા હતા, ત્યારે ખેતી પાકના પોષણક્ષમ ભાવોને લઈ સ્થાનિકોએ પ્રશ્નો કર્યા અને માત્ર સોશિયલ મીડિયામાં ધારાસભ્ય કાર્યરત રહેવાનો આક્ષેપ કર્યા હતા.