Get The App

ધંધુકા શહેરમાં રૃા. 10, 20ની ચલણી નોટો સહિત પરચુરણની તંગીથી વેપારી પરેશાન

Updated: Jun 17th, 2026

GS TEAM

Google News
Google News
ધંધુકા શહેરમાં રૃા. 10, 20ની ચલણી નોટો સહિત પરચુરણની તંગીથી વેપારી પરેશાન 1 - image

ફાટેલી, મેલી નોટો અથવા ઉધારમાં વેપાર કરવા લોકો મજબુર

સ્ટેટ ેબન્ક દ્વારા ચોક્કસ લોકોને જ છુટા આપતા શહેરનો પ્રશ્ન ઠેરનો ઠેર

ધંધુકાધંધુકા સહેરમાં રૃા. ૧૦ અને ૨૦ની ચલણી નોટો અને રૃા. ૧૦ના સિક્કાની તીવ્ર અછતના કારણે કરીયાણા, શાકભાજી વિ.નાના વેપારીઓ અને ધંધુકાની જનતા વ્યાપક મુશ્કેલી અનુભવી રહ્યાં છે.

ધંધુકા સહેરમાં ઘણા સમયથી રૃા. ૧૦, રૃા. ૨૦ની ચલણી નોટો મોટા પાયે અછત છે. આ રૃા. ૧૦-૨૦ની ચલણી નોટોની કાગળ હલકી પ્રકારનાંકારણે આવી નોટો રદ્દી અને ગંદકીવાળી નોટો બજારના વ્યવહારમાંચાલે છે જે ચલણના વ્યવહારમાં લેવા દેવામાં વિવાદ અને સમય બરબાદ કરે છે. રીઝર્વ બેન્ક દ્વારા બેંકોને આવી નવી નોટોની સપ્લાય નહીં હોવાથી ના છુટકે રૃા. ૧૦ના સિક્કાનો વ્યવહાર અમલમાં મુકેલ પણ હાલ રૃા. ૧૦, રૃા. ૫ના સિક્કાની પણ ખુબ અછત હોય આ બાબતે વેપારીઓ દ્વારા રજુાત પણકરાઈ છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા  અમુકને જ આપ્યા છે. ચુટક દરેક વેપારીઓને તેમની જરૃરિયાત મુજબની રૃા. ૧૦, ૨૦ની સારી નોટો અને રૃા. ૧૦, ૫ના સિક્કા બનેકમાં નિયમિત અને તુરત મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગણી ઉઠી છે.